બહુ જલદી શનિની ચાલમાં થશે મોટો ફેરફાર; આ 3 રાશિવાળાનો ભાગ્યનો સિતારો બુલંદ થશે, સુખ-સમૃદ્ધિ વધશે, પ્રમોશન મળશે

Wed, 28 Aug 2024-10:14 am,

કુંભ અને મકર રાશિના સ્વામી શનિદેવને કર્મફળના દાતા પણ ગણવામાં આવે છે. જે વ્યક્તિને તેના કર્મો પ્રમાણે ફળ આપે છે. જે વ્યક્તિ જીવનભર સારા કામ કરે છે તેમને શનિની શુભ દ્રષ્ટિથી લાભ થાય છે. જ્યારે હિંસા, મારપીટ, અને બીજાને દુખ દર્દ આપનારા લોકોએ શનિની અશુભ દ્રષ્ટિનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત શનિના રાશિ અને નક્ષત્ર પરિવર્તનના કારણે પણ લોકોએ પરેશાનીઓનો સામનો કરવો પડે છે.  વૈદિક પંચાંગ મુજબ કર્મફળ દાતા શનિદેવ 3 ઓક્ટોબર 2024ના રોજ પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાંથી નીકળીને શતભિષા નક્ષત્રમાં ગોચર કરશે. બપોરે 12.10 વાગે શનિના આ નક્ષત્ર પરિવર્તનથી 12 રાશિઓના જીવનમાં હલચલ જોવા મળશે. આ ઉપરાંત હાલ શનિદેવ વક્રી અવસ્થામાં બિરાજમાન છે અને 15 ડિસેમ્બર સુધી વક્રી અવસ્થામાં જ રહેશે. ઓક્ટોબરમાં શનિનું નક્ષત્ર પરિવર્તન કેટલીક રાશિઓ માટે લાભકારી સાબિત થશે. જાણો આ લકી રાશિઓ વિશે...  

શનિના નક્ષત્ર પરિવર્તનની મેષ રાશિના જાતકો પર લાભકારી અસર જોવા મળશે. આ દરમિયાન તમે કોઈ પણ કાર્ય વિધ્ન વગર પૂરા કરશો. લાંબા સમયથી અટકેલું ધન પાછું મળશે. મન પ્રસન્ન રહેશે અને તણાવથી મુક્તિ મળશે. તમારા સ્વાસ્થ્યમાં પણ સુધારો આવશે. ધર્મ કર્મના કામોમાં મન લાગશે. આધ્યાત્મિક રહેશો. પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં અનેક સકારાત્મક ફેરફાર જોવા મળશે. સફળતા તમારા કદમ ચૂમશે. સ્વાસ્થ્યમાં પણ સુધારો આવશે. જીવનની દરેક સમસ્યાથી છૂટકારો મળશે.   

શનિના શતભિષા નક્ષત્રમાં જતા જ વૃષભ રાશિવાળા માટે સારા દિવસો શરૂ  થઈ જશે. નોકરીયાતોને દરેક કાર્યોમાં સફળતા મળશે. વિદેશ મુસાફરીના યોગ છે. સામાજિક પદ-પ્રતિષ્ઠામાં વધારો થશે. કરિયરમાં સકારાત્મક ફેરફાર આવશે. ધન આગમનના નવા માર્ગ  ખુલશે. કરજમાંથી મુક્તિ મળશે. આર્થિક સમસ્યાથી છૂટકારો મળશે. વેપારમાં વધારાની અનેક નવી તકો મળશે. લગ્ન જીવનમાં મુશ્કેલીઓ દૂર થશે. 

શનિના નક્ષત્ર પરિવર્તનથી ધનુ રાશિવાળાને પણ ખુબ લાભ થશે. નોકરીયાતોને પ્રમોશન કે અપ્રેઝલની તક મળી શકે છે. વેપાર કરનારાઓને નફો વધશે. લાંબા સમયથી ચાલતી મુશ્કેલીઓ દૂર થશે. આધ્યાત્મિક કામોમાં રસ વધશે. લવ લાઈફમાં રોમાંચક મોડ આવશે. ઘરમાં ખુશીઓનું આગમન થશે. અનેક સોર્સથી પૈસા આવશે. નોકરીયાતોને પ્રમોશનની ઉજળી તક છે.   

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link