2025માં હોળી બાદ શનિની ચાલમાં મોટો ફેરફાર, 3 રાશિવાળાને ખાટલેથી સિંહાસન પર બેસાડશે, ધન-સંપત્તિમાં જોરદાર વધારો થશે!
વૈદિક પંચાંગ મુજબ શનિ 29 માર્ચ 2025ના રોજ મીન રાશિમાં પ્રવેશ કરશે અને આ રાશિમાં 3 જૂન 2027 સુધી રહેશે. આવામાં કેટલીક રાશિના જાતકોને શનિની સાડા સાતી અને ઢૈય્યાથી મુક્તિ મળશે તો કેટલાકે ભોગવવાનો વારો આવશે. શનિનું આ મહાગોચર કોને ફાયદો કરાવશે તે ખાસ જાણો.
શનિના મીન રાશિમાં ગોચરથી આ રાશિના જાતકો માટે લાભકારી પરિણામ આવી શકે છે. ગુરુની રાશિમાં પ્રવે કરીને તે આ રાશિના એકાદશ ભાવમાં રહેશે. આવામાં આ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં અપાર સફળતાની સાથે સાથે ખુબ ધનલાભ થઈ શકે છે. કરિયરના ક્ષેત્રે તમને ખુબ પ્રગતિ થઈ શકે છે. લાંબા સમયથી અટકેલા કામો પૂરા થવાની સાથે સાથે ધન સંપત્તિમાં વધારો થઈ શકે છે. વરિષ્ઠ અધિકારીઓની સાથે સાથે સહકર્મીઓનો પણ પૂરેપૂરો સાથ મળશે. જેનાથી તમે લક્ષ્ય મેળવવામાં સફળ થઈ શકો છો. ઉચ્ચ અધિકારીઓ સાથે તમારા સંબંધ સારા રહેશે. શનિની દ્રષ્ટિ પંચમ અને અષ્ટમ ભાવમાં પડશે, જેથી લાંબા સમયથી જીવનમાં ચાલતી પરેશાનીઓ દૂર થઈ શકે છે. લાંબા સમયથી અધૂરી રહેલી કોઈ ઈચ્છા પૂરી થઈ શકે છે. પદોન્નતિ સાથે વેતન વધારાના યોગ છે. વેપારમાં ખુબ ફાયદો થઈ શકે છે. તમે કોઈ નવો બિઝનેસ આ સમયગાળામાં શરૂ કરી શકો છો.
આ રાશિના સ્વામી સ્વયં શનિ છે. શનિ મીન રાશિમાં પ્રવેશ કરીને આ રાશિના ત્રીજા ભાવમાં પ્રવેશ કરશે. આવામાં આ રાશિના જાતકોને શનિની સાડા સાતીથી છૂટકારો મળી શકે છે. લાંબા સમયથી જીવનમાં આવી રહેલી સમસ્યાઓ હવે સમાપ્ત થઈ શકે છે. આ સાથે જ તમારા જીવનમાં કોઈ ખુશી દસ્તક દઈ શકે છે. પરિવાર સાથે સારો સમય પસાર કરી શકો છો. મિત્રો કે પછી પરિવાર સાથે કોઈ નાની મુસાફરી કરી શકો છો. ધાર્મિક મુસાફરી પણ કરી શકો છો. માતા પિતાના સ્વાસ્થ્યને લઈને થોડી પરેશાની રહી શકે છે.
આ રાશિના જાતકો માટે શનિના મીન રાશિમાં ગોચર કરવાથી અનુકૂળ સ્થિતિઓ પેદા થઈ શકે છે. અષ્ટમ અને નવમ ભાવના સ્વામી થઈને શનિ દશમ ભાવમાં પ્રવેશ કરશે. મિથુન રાશિના સ્વામી બુધ છે અને તેમના સંબંધ શનિની સાથે મિત્રતાવાળા છે. આવામાં આ રાશિના જાતકોને પણ ખુબ લાભ મળી શકે છે. તમે તમારા કામમાં વધુ ઈમાનદાર હોવાની સાથે મહેનત કરો, જેનાથી તમને ખુબ સફળતા મળી શકે છે. શનિદેવ દ્વાદશ ભાવ, ચતુર્થ ભાવ, અને સપ્તમ ભાવને પૂર્ણ દ્રષ્ટિથી જોશે. આવામાં આર્થિક સ્થિતિ મજબૂત થવાના યોગ છે. આ સાથે જ બેકારના ખર્ચાનો અંત આવી શકે છે. જીવનસાથી સાથે સારા સંબંધ બનશે. વેપારમાં તમારા દ્વારા બનાવવામાં આવેલી રણનીતિઓ સફળ થઈ શકે છે. ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી શકે છે. જેનાથી કરિયરના દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે.
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.