Bhavishya Malika Predictions: 2025માં શનિના મીનમાં ગોચર બાદ આગ ઓકશે આકાશ, ભારત પર છવાશે સંકટના વાદળો, 5 ભવિષ્યવાણી છે ખુબ ડરામણી
જ્યોતિષ શાસ્ત્ર મુજબ 29 માર્ચ 2025માં શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે. શનિનું મીન રાશિમાં ગોચર દેશ દુનિયા માટે મોટા ફેરફારવાળું રહી શકે છે. ભવિષ્યવક્તાઓ મુજબ શનિનું મીનમાં ગોચર અનેક નકારાત્મક પરિણામો લાવી શકે છે. છેલ્લા કેટલાક દાયકોની વીતેલી ઘટનાઓ પર નજર ફેરવીએ તો જ્યારે જ્યારે શનિએ ગોચર કર્યું છે ત્યારે દેશ દુનિયામાં અનેક વિનાશકારી ઘટનાઓ ઘટી છે. જેમ કે જ્યારે 1937માં શનિએ મીનમાં પ્રવેશ કર્યો હતો ત્યારે બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ હતી. એ જ રીતે ભારત સંલગ્ન 1965-66માં જ્યારે શનિએ મીનમાં ગોચર કર્યું હતું ત્યારે ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ શરૂ થયું હતું. ભવિષ્ય મલિકામાં શનિના મીન રાશિમાં ગોચર કરવા સંલગ્ન અનેક ભવિષ્યવાણીઓ છે. 2025માં શનિ જ્યારે મીનમાં ગોચર કરશે એ અંગે ભવિષ્ય મલિકામાં શું ભવિષ્યવાણીઓ છે તે પણ જાણો.
જ્યોતિષ શાસ્ત્ર મુજબ 29 માર્ચ 2025ના રોજ શનિનું મીન રાશિમાં ગોચર થશે. ભવિષ્ય મલિકાની ભવિષ્યવાણી મુજબ આ સમય દેશ દુનિયા માટે ખુબ ઘાતક રહેશે. 2025માં ત્રીજા વિશ્વયુદ્ધના પહેલા તબક્કાની શરૂઆત થઈ શકે છે. આ સમય દરમિયાન અનેક દેશો વચ્ચે અલગ અલગ કારણોથી તણાવની સ્થિતિ જોવા મળશે. જ્યારે શનિ મીન રાશિમાં 2025થી 2027 દરમિાયન રહેશે તો ત્રીજા વિશ્વયુદ્ધની સ્થિતિ બનતી જોવા મળી શકે છે. આ સમય દરમિયાન આકાશ આગ ઓકશે. ભવિષ્ય મલિકાની ભવિષ્યવાણીને પરમાણુ વિસ્ફોટ સાથે જોડવામાં આવી રહી છે. કેટલાક ભવિષ્યવક્તાઓ તેને આગ ઓકતી ગરમી સાથે પણ જોડી રહ્યા છે.
ભવિષ્યમલિકામાં સંત અચ્યુતાનંદે ભવિષ્યવાણી કરી છે કે જ્યારે 2025માં શનિનો મીન રાશિમાં પ્રવેશ થશે તો ભારત પર સંકટના વાદળો છવાશે. ભારતમાં ગૃહયુદ્ધની સ્થિતિ જોવા મળશે. આગચંપીની ઘટનાઓ વધશે. સાંપ્રદાયિક હિંસાના મામલા સામે આવશે, જેનાથી સમગ્ર દેશમાં અવ્યવસ્થા જોવા મળશે. અપેક્ષઓ પૂરી ન થવાના કારણે લોકો ઠેર ઠેર આંદોલનો કરશે જેનાથી ખુબ તણાવપૂર્ણ સ્થિતિ સામે આવશે.
ભવિષ્યવાણી મુજબ જ્યારે શનિ મીનમાં ગોચર કરશે ત્યાર બાદ કુદરતી આફતો વધશે. દુનિયાના અનેક ક્ષેત્રોમાં દુષ્કાળ પડશે. પાક નષ્ટ થશે. જેનાથી ભૂખમરો, અકાળ જેવી સમસ્યાઓ સામે આવશે. કેટલાક વિસ્તારોમાં વધુ વરસાદથી પૂરની સ્થિતિ પેદા થશે. જેનાથી પાક ખરાબ થશે. અનાજની કમીથી લોકો ભૂખમરાથી બેહાલ થશે. દુનિયાભરમાં ધરતીકંપ, પૂર જેવી આફતો તબાહી મચાવશે.
ભવિષ્યવાણી મુજબ શનિના મીન રાશિમાં ગોચરનો પ્રભાવ લોકોની માનસિક સ્થિતિ પર પડશે. મોટાભાગના લોકો અશાંતિનો અનુભવ કરશે અને પોતાની વ્યક્તિગત ઈચ્છા પૂર્તિ માટે માનવતા પણ છોડી દેશે. લોકો એકબીજાના લોહી તરસ્યા બની જશે અને નાની નાની વાતો પર મારપીટ કરશે એટલે સુધી કે હત્યા પર ઉતરી આવશે. 2025 થી 2027 દરમિયાન હિંસક ઘટનાઓ વધશે.
ભવિષ્ય મલિકાની ભવિષ્યવાણી મુજબ શનિ જ્યારે મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારેબાદ 2025થી જ દુનિયામાં કોઈ નવી મહામારીની આહટ સંભળાશે. અનેક દેશ પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા માટે એકબીજા પર બોમ્બ વિસ્ફોટ કરશે. રાજકારણની વાત કરીએ તો દુનિયાભરની સરકારો જનતાની સમસ્યાઓ ઉકેલવામાં નિષ્ફળ જશે જેનાથી સત્તા પરિવર્તનનો ચોંકાવનારો દોર જોવા મળશે.
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.