શનિના મહાગોચર પહેલા જ ચાલમાં થશે મોટો ફેરફાર, 3 રાશિવાળા માટે ઈચ્છાપૂર્તિનો સમય, જબરદસ્ત ધનલાભથી બેંક બેલેન્સ વધશે!
ન્યાયના દેવતા શનિ તમામ ગ્રહોમાં સૌથી શક્તિશાળી ગ્રહ ગણાય છે. આવામાં શનિની સ્થિતિમાં જરા અમથો ફેરફાર થાય તો તમારા જીવનમાં મોટો ફેરફાર લાવી દે છે. શનિ સૌથી ધીમી ગતિથી ચાલતો ગ્રહ છે. આ કારણે તેનો પ્રભાવ દરેક રાશિના જાતકોના જીવન પર લાંબા સમય સુધી રહે છે. શનિ હાલ પોતાની મૂળત્રિકોણ કુંભ રાશિમાં બિરાજમાન છે. જ્યાં તેઓ એક નિશ્ચિત સમયગાળા બાદ નક્ષત્ર પરિવર્તન કરતા રહે છે. આવામાં વર્ષના અંતમાં એટલે કે ડિસેમ્બરમાં શનિ પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરે છે. ગુરુના નક્ષત્રમાં પ્રવવેશ કરવાથી કેટલાક રાશિવાળાને બંપર લાભ મળી શકે છે. શનિના પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં જવાથી વર્ષ 2025માં કઈ રાશિવાળાને લાભ થઈ શકે છે તે ખાસ જાણો. વૈદિક જ્યોતિષ મુજબ શનિ પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં 27 ડિસેમ્બરના રોજ રાતે 10.42 વાગે પ્રવેશ કરશે અને આ નક્ષત્રમાં 28 એપ્રિલ 2025 સુધી રહેશે. આકાશ મંડળના 27 નક્ષત્રોમાંથી આ 25મું નક્ષત્ર છે અને આ નક્ષત્રના સ્વામી ગુરુ છે અને રાશિ કુંભ અને મીન છે.
શનિ પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરીને આ રાશિના અગિયારમાં ભાવમાં રહેશે. લાભેશમાં શનિના હોવાથી આ રાશિના જાતકોને કોઈે કોઈ રીતે ધનની પ્રાપ્તિ થઈ શકે છે. લાંબા સમયથી અટકેલા કામો પૂરા થશે. લાંબા સમયથી કોઈ ઈચ્છા અધૂરી હશે તો પૂરી થઈ શકે છે. ધન, સંપત્તિ કે પછી વાહનની ખરીદીનું સપનું પૂરું થઈ શકે છે. જૂના મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે. આ સાથે જ સ્વાર્થી લોકોથી થોડા સાવધાન રહેવાની જરૂર છે. નહીં તો તમારો ફાયદો ઉઠાવી શકે છે.
શનિ કન્યા રાશિના છઠ્ઠા ભાવમાં રહેશે. આ રાશિના જાતકોને સુખ સુવિધામાં વધારો થઈ શકે છે. હાથમાં નોકરીની અનેક તકો આવી શકે છે. આ સાથે જ સ્વાસ્થ્ય સારું રહેશે. કાર્યક્ષેત્રમાં તમને ખુબ સફળતા મળી શકે છે. બિઝનેસ માટે પણ શનિનું નક્ષત્ર પરિવર્તન લાભકારી સિદ્ધ થઈ શકે છે. આ સાથે તમારા હરીફોને કાંટાની ટક્કર આપીને આગળ વધી શકો છો. બચત કરવામાં સફળ રહેશો. લવ લાઈફ સારી રહી શકે છે.
વૃશ્ચિક રાશિમાં શનિ ચોથા ભાવમાં રહેશે. આવામાં આ રાશિના જાતકો પર વિશેષ કૃપા રહેશે. આ રાશિના જાતકોને સુખ સુવિધાઓમાં વધારો થશે. નવી નોકરીની અનેક તકો મળી શકે છે. આ સાથે જ પગાર વધારાના યોગ છે. વરિષ્ઠ અધિકારીઓ તમારા કામથી ખુશ રહેશે. તમારા કામની પ્રશંસા કરવાની સાથે કોઈ મોટી જવાબદારી સોંપી શકે છે.
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.