200 કારીગરો મળીને મક્કાના કાબાનું કાળું કપડું સોના-ચાંદીના તારથી બનાવે છે
સાઉદી અરબના મક્કા શહેરમાં સ્થિત મુસ્લિમોના પવિત્ર તીર્થ કાબા પર નવું કિસ્વહ એટલે કે કાળું કપડું ગુરુવારે ઢાંકવામાં આવ્યું છે. કોરોના વાયરસના સંક્રમણને ધ્યાનમાં રાખીને વાર્ષિક પરંપરા દરમિયાન કર્મચારીઓએ માસ્ક પહેર્યું અને પ્રોટોકોલનું પાલન કર્યું.
કિંગ અબ્દુલ અઝીઝ કોમ્પ્લેક્સના મહાનિર્દેશકના મામલાના જનરલ પ્રેસિડેન્સીના ઉપપ્રમુખ અહેમદ બિન મોહંમદ અલ મન્સૂરીએ એક નિવેદનમાં કહ્યું કે, પવિત્ર કાબાને એક નવા કિસ્વહથી ઢાંકવામાં આવ્યું છે. આ મોટા કપડાને ચાર અલગ અલગ ટુકડામાં બનાવવામાં આવે છે.
કાબાને ઢાંકવામાં આવનાર કાળા પડદાને કિસ્વહ કહેવામાં આવે છે. તેને દર વર્ષે વાર્ષિક હજ તીર્થયાત્રા દરમિયાન બદલવામાં આવે છે. જ્યારે હાજી મક્કાથી અરાફાત એટલે કે હજ યાત્રાના પ્રારંભિક બિંદુ પર જાય છે, ત્યારે આ કામ થાય છે.
કાબાનું કપડુ ઉચ્ચ ગુણવત્તાવાળા રેશમના 670 કિલોગ્રામ, 120 કિગ્રોગ્રામ સોનાના દોરા અને 100 કિલોગ્રામ ચાંદીના દોરામાંથી બનાવવામાં આવે છે.
પવિત્ર કાબાનું કિસ્વહ કાળા પડદાના નિર્માણમાં કિંગ અબ્દુલ અઝીઝ કોમ્પ્લેક્સમાં 200થી વધુ કારીગરોએ કામ કર્યું છે.