આઘા રહેજો! ચોમાસું હવે ગુજરાતથી ફક્ત 250 કિ.મી દૂર, આ ભાગોમાં થશે મોટા નવાજૂની!
વેલમાર્ક લો પ્રેશર સુધી અરબ સાગરમાં એક સિસ્ટમ તૈયાર થઇ ચૂકી છે. અત્યારે તે સિસ્ટમ મહારાષ્ટ્રથી પશ્ચિમ દિશામાં અરબ સાગરની અંદર સક્રિય છે. આ સિસ્ટમ આજે 8 તારીખે સાંજે ડીપ ડિપ્રેશન સુધી પહોંચે તેવી શક્યતાઓ છે.
આ સિસ્ટમ આમ તો મુંબઇ ઉપર થઇને પસાર થવાની છે, પણ તેની અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને થશે. આ સિસ્ટમને કારણે ગુજરાતમાં વરસાદ નોંધાશે. અમુક જગ્યાએ તીવ્રતા વધારે હોય તો વાવણી લાયક પણ થઇ શકે છે. આ ચોમાસું સમય કરતાં બેથી ત્રણ દિવસ વહેલું ચાલી રહ્યું છે. અત્યારે ચોમાસું મહારાષ્ટ્રના અનેક વિસ્તારોને કવર કરી ચૂક્યું છે. હવે તે મુંબઇ તરફ આગળ વધી રહ્યું છે.
આજથી 6 દિવસ ગુજરાતમાં હળવાથી મધ્ય વરસાદની હવામાનની આગાહી છે. તો આવતી કાલે સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં છૂટોછવાયો વરસાદ આવશે. આજથી આગામી 6 દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહેશે. તો આગામી બે દિવસ વલસાડ, નવસારી, ડાંગ, દમન દાદરા નગર હવેલી, છોટાઉદેપુરમાં વરસાદની શક્યતા છે. ત્રીજા દિવસથી સૌરાષ્ટ્રમાં પણ વરસાદની શરૂઆત થશે. ચોથા દિવસે ગાંધીનગર, અરવલી, મહીસાગર, અમદાવાદ સહીત રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રથી ચોમાસાની શરૂઆત થશે. જો 13-14 તારીખથી ચોમાસાની શરૂઆત થાય તો બનાસકાંઠા સુધીના તમામ વિસ્તારોને કવર કરે ત્યાં સુધીમાં લગભગ 25-26 જૂન થઇ શકે છે.
8 જૂન પંચમહાલ, નર્મદા, અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી
9 જૂન ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, જૂનાગઢ, પંચમહાલ, નર્મદા, અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી
10 જૂન દ્વારકા, પોરબંદર, રાજકોટ, બોટાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, જૂનાગઢ, પંચમહાલ, નર્મદા, અમરેલી, ગીરસોમનાથ, દીવ, ભાવનગર, દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી
11 જુન અમદાવાદ, દ્વારકા, પોરબંદર, રાજકોટ, બોટાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, જૂનાગઢ, પંચમહાલ, નર્મદા, અમરેલી, ગીરસોમનાથ, દીવ, ભાવનગર, દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી
12 જૂને સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી
અંબાલાલ પટેલે કહ્યું કે, ખેડુતો સામાન્ય રીતે ચોમાસાનો વરસાદ થાય તે પહેલા જ વાવણી કરતા હોય છે. જો કે ચાલુ વર્ષે પણ નિયમિત ચોમાસા પહેલા પણ વરસાદ થશે. એટલે 4 જૂન સુધીમાં પ્રી મોનસૂન એક્ટિવિટી થશે અને વરસાદ થવાનું અનુમાન છે. અને ત્યાર બાદ 7 થી 14 જૂન ચોમાસાનો વરસાદ થવાની શક્યતા છે. પરંતુ ખેડૂતો સારા પાક માટે રોહિણી નક્ષત્રમાં વાવણી કરતા હોય છે.
જ્યારે રોહિણી નક્ષત્રમાં વરસાદ સાથે પવન વધુ રહેતો હોય છે. જેના કારણે ભેજ ઉડી જાય છે. ચાલુ વર્ષે પણ રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે. અને ભારે પવન ફુકાશે. એટલે પિયતની વ્યવસ્થા હોય તો વાવણી કરવી જોઈએ. નહી તો ચોમાસાના નિયમિત વરસાદની રાહ જોવી જોઈએ. અન્યથા જો કોઈ કારણે વરસાદ ખેંચાય તો ખેડૂતો પોતાને થતાં નુકસાનથી બચી શકે.