સૌરાષ્ટ્રનો સૌથી મોટા જન્માષ્ટમી લોકમેળોનો દબદબાભેર પ્રારંભ, અદ્દભૂત તસવીરો જોઈ તમારી જાતને રોકી નહીં શકો!

Wed, 17 Aug 2022-8:38 pm,

લોકમેળાના ઓપનિંગ બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે, સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળામાં લાખોની સંખ્યામાં લોકો આવતા હોય છે. શ્રવણ મહિનામાં રાજકોટ ભગવાન કૃષ્ણ અને પ્રભુ રામના રંગે રંગાયુ છે.

રાજકોટને આજે રામવનની ભેટ મળી છે. ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરતો આ લોકમેળો ધબકાર છે. બે વર્ષ બાદ આ વર્ષે લોકમેળો યોજાય રહ્યો છે ત્યારે આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ આ વખતે લોકમેળાને આઝાદી નો અમૃત લોકમેળો નામ આપવામાં આવ્યું છે.

નોંધનીય છે કે રંગીલા રાજકોટના લોકમેળાને માણવા માટે સૌરાષ્ટ્રભરમાંથી લાખોની જનમેદની ઉમટી પડે છે. કોરોના કાળના બે વર્ષ બાદ આ લોકમેળો યોજાઈ રહ્યો હોય સૌરાષ્ટ્રની ભાતીગળ લોક સંસ્કૃતિની ઝલક દર્શાવતા આ લોકમેળાને માણવા માટે લોકોમાં જબરો ઉત્સાહ છવાઈ ગયો છે.  

લોકમેળામાં લોકોની સલામતી સુરક્ષા માટે પણ વહીવટી તંત્ર દ્વારા ખાસ પગલા લેવામાં આવી રહ્યા છે. મેળા માટે વહીવટી તંત્ર દ્વારા રુા. ચાર કરોડનો વીમો લેવામાં આવેલ છે. આ ઉપરાંત ચાર જેટલા કંટ્રોલ રુમ, 10 વોચ ટાવર કાર્યરત કરાયા છે. લોકમેળાના ગ્રાઉન્ડને 6 સેક્ટરમાં ડિવાઈડ કર્યું છે. 

સીસીટીવી કેમેરાનો નવો પ્રયોગ કરવામાં આવશે. જેમાં કોઈ ગુનેગાર જોવા મળશે તો તુરંત પોલીસને સીસીટીવી મારફત ખબર પડશે. ગુમ થયેલા બાળકોના ફોટા મોટી સ્ક્રિન પર દેખાડવામાં આવશે. 18 જેટલા પ્લોટ પર પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે. ત્રણેય DCP, ACP, PI, PSI મળી કુલ 1550 જેટલા જવાનો ખડેપગે રહેશે.

લોકમેળામાં પાંચ જેટલા મોતના કૂવા, 33 મોટી ફનરાઇડ્સ, 4 મધ્યમ કક્ષાની રાઈડ્સ, 54 ચિલ્ડ્રન રાઈડ્સ, બે ફૂડ કોર્ટ, 14 ખાણીપીણીના સ્ટોલ, 16 આઈસ્ક્રીમના સ્ટોલ, 210 રમકડાના સ્ટોલ, 30 જેટલી સરકારી સંસ્થાઓના સ્ટોલ, અને 2 કોરોના ટેસ્ટીંગ બૂથ રાખવામાં આવેલ છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link