72 વર્ષ બાદ શ્રાવણ મહિનામાં બની રહ્યાં છે દુર્લભ સંયોગ, શિવની કૃપાથી આ જાતકોનું ભાગ્ય પલટી મારશે, દરેક કામમાં મળશે સફળતા
હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાનું વિશેષ મહત્વ છે. દર વર્ષે અષાઢ મહિના બાદ શ્રાવણ મહિનાની શરૂઆત થાય છે. શાસ્ત્રો અનુસાર આ મહિનો બધા મહિનામાં ભગવાન શિવનો અતિ પ્રિય મહિનો હોય છે. આ દરમિયાન શિવજીની પૂજા કરવાની સાથે વ્રત-ધ્યાન કરવાથી વ્યક્તિના દુખ-દર્દ દૂર થાય છે. શ્રાવણના સોમવાર દરમિયાન ઘણા શુભ યોગોનું નિર્માણ થઈ રહ્યું છે. આવો જાણીએ કઈ રાશિઓ પર ભગવાન શિવની વિશેષ કૃપા રહેશે.
હિન્દુ પંચાગ અનુસાર આ વર્ષે શ્રાવણ મહિનો 5 ઓગસ્ટ 2024થી શરૂ થઈ રહ્યો છે. આ વખતે શ્રાવણ મહિનામાં 29 દિવસ હશે. ઘણા વર્ષો બાદ એવું થઈ રહ્યું છે જ્યારે શ્રાવણની શરૂઆત સોમવારથી થઈ રહી છે અને અંત પણ સોમવારથી થઈ રહ્યો છે. આ સાથે શ્રાવણના પ્રથમ સોમવારે પ્રીતિ યોગ, આયુષ્માન યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યાં છે. ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિની વાત કરીએ તો ઘણા રાજયોગોનું નિર્માણ થઈ રહ્યું છે. શ્રાવણ દરમિયાન શુક્રાદિત્ય, બુધાદિત્ય, નવપંચમ યોગ, ગજકેસરી યોગ, કુબેર યોગ, શશ યોગ જેવા રાજયોગો બની રહ્યાં છે. જેનો લાભ કેટલાક જાતકોને મળશે.
મેષ રાશિના જાતકો માટે શ્રાવણ મહિનો લાભકારી સિદ્ધ થઈ શકે છે. ભૌતિક સુખોની પ્રાપ્તિ થશે. લાંબા સમયથી અટવાયેલા કામ ફરી શરૂ થઈ શકે છે. પરિવારની સાથે ચાલી રહેલો વિવાદ પૂર્ણ થઈ શકે છે. આ રાશિના જાતકોને શિવજીની કૃપાથી ભાગ્યનો સાથ મળશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. રોકાણ કરવાનું વિચારી રહ્યાં છો તો આ દરમિયાન લાભદાયક સાબિત થઈ શકે છે. કાર્યસ્થળ પર તમારો મહિનો શાનદાર પસાર થવાનો છે.
સિંહ રાશિના જાતકો માટે પણ શ્રાવણ મહિનો ખુબ સારો રહેવાનો છે. જીવનમાં ખુશીઓનું આગમન થશે. કરિયરના ક્ષેત્રમાં ખુબ લાભ મળશે. નવી નોકરી શોધી રહેલા જાતકોને ખુબ લાભ મળવાનો છે. તમારા કામને જોતા તમને પ્રમોશન કે ઈન્ક્રીમેન્ટ મળી શકે છે. બિઝનેસમાં સફળતા મળવાનો યોગ બની રહ્યો છે. નવું વાહન કે સંપત્તિ ખરીદવાનું સપનું પૂરુ થઈ શકે છે.
મકર રાશિના જાતકો પર ભગવાન શિવની વિશેષ કૃપા રહેશે. તેવામાં આ જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળવાની સાથે અધુરા કામ થશે. સમાજમાં માન-સન્માન વધશે. આધ્યાત્મ તરફ તમારો ઝુકાવ રહેશે. તેવામાં તમે તમારા મિત્રો કે પરિવારની સાથે કોઈ ધાર્મિક સ્થળ પર જઈ શકો છો. ભૌતિક સુખની પ્રાપ્તિ થશે. આ સાથે સ્વાસ્થ્ય સારૂ રહેવાનું છે.
આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.