Bank EMI Hike : આ બેંકોની વધશે EMI, તમે કઇ બેંકમાંથી લીધી છે લોન?
ભારતીય સ્ટેટ બેંક (SBI) એ સોમવારે MCLR માં 10 આધાર પોઇન્ટ (0.10) ટકાનો વધારો કર્યો હતો. ત્યારબાદ બેંકના તમામ પ્રકારની લોન મોંઘા થઇ ગઇ છે.
બેંક ઓફ બરોડા (BoB) એ પણ 12 એપ્રિલથી વ્યાજ દર 0.005 ટકા વધારી દીધી છે. તેનાથી તમારી લોનની ઇએમઆઇ પહેલાં કરતાં વધી જશે.
એક્સિસ બેંક (AXIS Bank) એ પણ પોતાની લોન મોંઘી કરી દીધી છે. બેંકએ MCLR માં 0.05 ટકાનો વધારો કર્યો છે. વધેલા વ્યાજ દર 18 એપ્રિલથી લાગૂ કર્યા છે.
કોટક મહિંદ્રા બેંક (Kotak Mahindra Bank) એ પણ એમસીએલઆરમાં વધારો કરી ગ્રાહકોને ઝટકો આપ્યો છે. બેંક તરફથી વધારવામાં આવેલા દર 16 એપ્રિલ 2022 થી લાગૂ કરવામાં આવ્યો છે.
એમસીએલઆર MCLR એક માનક છે, જેથી કોઇપણ બેંકના આંતરિક ખર્ચ અને લાગતના આધાર પર વ્યાજ દર નક્કી કરવામાં આવે છે.