SBI ના કરોડો ગ્રાહકોને બલ્લે-બલ્લે, આજથી લાગૂ થયા નવા વ્યાજ દર
બેંક તરફથી લાગૂ એફડીના નવા વ્યાજ દર 2 કરોડથી વધુની રકમ પર લાગૂ થશે. બેંકની વેબસાઇટ અનુસાર 46 દિવસથી 179 દિવસની વચ્ચે મેચ્યોર થનાર એફડીના વ્યાજ દરમાં 75 બેસિસ પોઇન્ટનો વધારો થયો છે. આ પહેલાં 4.75% થી વધીને 5.50% થઇ ગઇ છે. સીનિયર સિટીઝનને આ સમયગાળા પર 5.25% થી વધારીને 6% નું વ્યાજ આપવામાં આવશે.
એસબીઆઇએ નોર્મલ ગ્રાહકો માટે 180 દિવસના સમયગાળ પર વ્યાજ દર 25 બીપીએસ વધારીને 5.75% થી 6% કરી દીધી છે. બેંકે 211 દિવસથી લઇને 1 વર્ષથી ઓછા સમયગાળા વાળી એફડીના દરમાં સામાન્ય ગ્રાહકો માટે 6% થી 6.25% અને સીનિયર સિટીઝન માટે 6.50% થી 6.75% નો વધારો કર્યો છે.
બેંકે 7 થી 45 દિવસ માટે બલ્ક ડિપોઝીટ પરના વ્યાજ દરમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. તેના કારણે સામાન્ય ગ્રાહકો માટેનો દર 5% થી વધીને 5.25% થયો છે. વરિષ્ઠ નાગરિકો માટે બેંકે સમાન અવધિ પર વ્યાજ દર 5.50% થી વધારીને 5.75% કર્યો છે.
46 દિવસથી 179 દિવસની વચ્ચે પાકતી FD પર સામાન્ય નાગરિકોને 5.75%ને બદલે 6.25% સુધી વ્યાજ મળશે. આ સમયગાળા માટે વરિષ્ઠ નાગરિકો માટે વ્યાજ દર 6.25% થી વધારીને 6.75% કરવામાં આવ્યો છે.
બેંકે સામાન્ય ગ્રાહકો માટે 10 bpsનો કાર્યકાળ 180 દિવસથી વધારીને 210 દિવસ કર્યો છે. તે 6.50% થી વધીને 6.60% અને વરિષ્ઠ નાગરિકો માટે 7% થી વધીને 7.10% થયો છે. બેંકે એકથી બે વર્ષથી ઓછા સમયની FD પરના વ્યાજ દરમાં 20 bpsનો વધારો કરીને 6.80% થી 7% કર્યો છે.
બે વર્ષથી 3 વર્ષથી ઓછા સમયગાળા માટે બેંકે સામાન્ય ગ્રાહકો માટે દર 6.75% થી વધારીને 7% કર્યો છે. બેંકે વરિષ્ઠ નાગરિકો માટે વ્યાજ દર 7.25% થી વધારીને 7.50% કર્યો છે.