SBIના ગ્રાહકો માટે સારા સમાચાર! Tata ની ગાડી ખરીદશો તો ઘરે Free ઇંસ્ટોલ થશે ચાર્જર

Mon, 31 Aug 2020-4:43 pm,

એસબીઆઇએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી જાણકારી આપી છે. જો તમે ટાટા નેક્સોન ઇવી (Tata Nexon EV) બુક કરો છો તો તમને ઘણી આકર્ષક ઓફર મળશે. તેના હેઠળ ઘરમાં મફત હોમ ચાર્જર મફતમાં ઇંસ્ટોલ કરી આપવામાં આવશે. જોકે ઇલેક્ટ્રિક ગાડીઓની બેટરી ચાર્જ કરવા માટે ઘરમાં લગાવવામાં આવનાર ચાર્જને હોમ ચાર્જર કહેવામાં આવે છે. એસબીઆઇ આ ચાર્જર ઘરમાં મફત ઇંસ્ટોલ કરી આપશે. 

સામાન્ય રીતે કોઇપણ ઇલેક્ટ્રિક કારની બેટરી ચાર્જ કરવા ચાર્જિંગ સ્ટેશન જવું પડે છે. પરંતુ જો ચાર્જિંગની સુવિધા ઘરે જ મળી જાય તો બહાર જઇને બેટરી ચાર્જ કરવાની નિર્ભરતા ખતમ થઇ જશે. 

ગાડી ખરીદવાનારા માટે એસબીઆઇ એકદમ આકર્ષક દરથી ઓટો લોન ઉપલબ્ધ કરાવી રહી છે. બેંક તમને માત્ર 7.50 ટકા વ્યાજદરે ઓટો લોન ઓફર કરી રહી છે. તાત્કાલિક ઓટો લોન લેવા માટે તમે SBIYONO દ્વારા એપ્લાઇ કરી શકો છો. સૌથી સારી વાત એ છે કે ઝીરો પ્રોસેસિંગ ફીમાં લોન લઇ શકો છો. 

Tata Nexon EV ની બુકિંગ માટે તમારે YONO એપ પર લોગીન કરવું પડશે. તમે ઓટોમોબાઇલના ઓપ્શન પર ક્લિક કરી શકો છો. તમને ટાટા મોટર્સ (Tata Motors) ને સિલેક્ટ કરવું પડશે. અહીં તમે Tata Nixon EV ને સિલેક્ટ કરો. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link