`Scam 1992` ફેમ Pratik Gandhi ની આ છે સુંદર પત્ની, જેમણે બ્રેઈન ટ્યૂમરને આપી માત
ભામિની ઓઝા ગાંધી (Bhamini Oza Gandhi) 'સારાભાઇ v/s સારાભાઇ' અને 'ખીચડી' જેવી સિરિયલોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા જોવા મળી છે. આ સિવાય તે ઘણા ડેલી શોમાં પણ જોવા મળી છે, જેમાં લોકોને તેનો અભિનય પણ ખૂબ પસંદ આવ્યો છે. હિન્દી શો ઉપરાંત, ભામિનીએ ઘણાં ગુજરાતી શોમાં પણ કામ કર્યું છે. (ફોટો સો. ભામિની ઇન્સ્ટાગ્રામ)
ભામિની ઓઝા ગાંધીએ (Bhamini Oza Gandhi) 'ન બોલે તુમ ન મેને કુછ કહા'ની બીજી સીઝનમાં કામ કર્યું હતું. તે 'સારાભાઇ v/s સારાભાઇ'માં કિસમિસનું પાત્ર ભજવતી જોવા મળી હતી. 'એક દુસરે સે કરતે હૈ પ્યાર હમ' અને 'એક પેકેટ ઉમ્મીદ' જેવા ડેલી શોમાં પણ કામ કર્યું. તે ગુજરાતી નાટક 'ધ વેઈટિંગ રૂમ'માં પણ મુખ્ય પાત્રમાં જોવા મળી હતી. (ફોટો સો. ભામિની ઇન્સ્ટાગ્રામ)
ભામિની ઓઝા ગાંધીએ (Bhamini Oza Gandhi) 2012-13માં બ્રેઇન ટ્યૂમરને માત આપી અને જોરદાર વાપસી કરી હતી. ટાઇમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીત દરમિયાન તેમણે ટ્યૂમર સામે જંગ વિશે ખુલીને વાત કરી હતી. (ફોટો સો. ભામિની ઇન્સ્ટાગ્રામ)
ભામિની ઓઝા ગાંધીએ (Bhamini Oza Gandhi) કહ્યું, 'હું ભગવાનની આભારી છું અને મારા સર્જનનો આભાર માનું છું, જેમણે યોગ્ય સમયે ટ્યૂમરની ઓળખ કરી. ટ્યૂમર સર્જરી દરમિયાન મારા ચહેરાની નસોને પ્રભાવિત કરી શકતું હતું, જેનાથી મારો ચહેરો પણ ખરાબ થઈ શકતો હતો. (ફોટો સો. ભામિની ઇન્સ્ટાગ્રામ)
ભામિની ઓઝા ગાંધીએ (Bhamini Oza Gandhi) 2009 માં 'સ્કેમ 1992' ફેમ અભિનેતા પ્રતિક ગાંધી (Pratik Gandhi) સાથે લગ્ન કર્યા હતા. બંને લોકો માટે ગોલ્સ સેટ કરી રહ્યા છે. બંને સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટ્સ પણ શેર કરે છે, જેમાં બંને સારા બોન્ડ્સ શેર કરતા જોવા મળે છે. આ સાથે બંનેએ સાથે મળીને પ્રોફેશનલી પણ કામ કર્યું છે. (ફોટો સો. ભામિની ઇન્સ્ટાગ્રામ)
પ્રતિક ગાંધી (Pratik Gandhi) અને ભામિની ઓઝા ગાંધીની (Bhamini Oza Gandhi) એક સુંદર પુત્રી છે. જેનું નામ મીરાયા છે. 2014 માં બંનેએ મીરાયાનું તેમના જીવનમાં સ્વાગત કર્યું હતું. (ફોટો સો. ભામિની ઇન્સ્ટાગ્રામ)