ગુજરાતમાં બન્યુ દૂબઈ જેવું વર્લ્ડક્લાસ એક્વિરિયમ, PM મોદી જલ્દી જ કરશે ઉદઘાટન

Sun, 11 Jul 2021-7:53 am,

અમદાવાદના સાયન્સ સિટીમાં બનાવાયેલ એક્વેરિયમ (Aquarium) માં દેશ વિદેશની 188 પ્રકારની 11690 જેટલી માછલીઓ (fish) લોકોના આકર્ષણનું કેન્દ્ર બનવાની છે. આ એક્વેરિયમમાં ભારતીય ઝોનની 20 પ્રજાતિ, એશિયન ઝોનની 21 પ્રજાતિ, અમેરીકન ઝોનની 31 પ્રજાતિ, આફ્રીકન ઝોનની 16 પ્રજાતિ, ઓશિઅન ઓફ ધ વર્લ્ડની 58 પ્રજાતિ અલગ અલગ ટેન્કમાં જોવા મળશે.  

સાયન્સ સિટીના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર સુરમ્ય વોરાએ જણાવ્યું કે, અહીં એક્વેરિયમની વચ્ચે એક ટનલ બનાવવામાં આવી છે, જેમાં પહોંચતા જ તમે પાણીની જીવ સૃષ્ટિમાં પહોંચી ગયા હોવ તેવો અનુભવ થશે. આ એક્વેરિયમ નિહાળીને એક અનોખો રોમાંચ પણ તમે અનુભવશો તે નક્કી છે. અહીં દેશ વિદેશની રાખવામાં આવેલી માછલીઓની વાત કરવામાં આવે તો સેડલ્ડ સી બ્રિમ, સેલેમા પોઝી, ગોલ્ડ બ્લોચ ગ્રુપર, મુન જેલીફિશ, કોમન કટલ ફિશ, સેન્ડબાર્ક સાર્ક, સેલ્ફીન ટેંગ, કન્ચીફ્ટ ટેંગ, પાઉડર બ્લ્યુ ટેંગ, ગ્રે રીફ શાર્ક, ઝીબ્રા શાર્ક જેવી માછલીઓનો નજારો જોવા મળશે.

આ  સિવાય એક્વેરિયમમાં જળચર આધારિત એનિમેશન  ફિલ્મ, કલાત્મક સ્થાપનો, ઈન્ટરેક્ટીવ પ્રદર્શન, 5 ડી થિયેટર અને ઓટોનોમી ઓફ ફિશ તથા તમારી પોતાની માછલી બનાવવાનુ આકર્ષણ જોવા મળશે. 

છેલ્લા એક વર્ષથી આ એક્વેરિયમ બનાવવાની કામગીરી ચાલતી હતી. થોડા દિવસો પહેલા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સાયન્સ સિટીની મુલાકાત લીધી હતી. જેમાં તેઓએ આ એક્વેરિયમની કામગીરીનું નિરીક્ષણ પણ કર્યું હતું. અંદાજે 40 લાખ લીટર પાણીથી બનેલા આ એક્વેરિયમ પાછળ અંદાજે 250 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. જેમાં પાંચ વર્ષની મરામત ખર્ચનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રથયાત્રા બાદ સાયન્સ સિટીમાં બનેલા આ એક્વેરિયમ સહિતના પ્રોજેક્ટનું લોકાર્પણ કરવાના છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link