Jagannath Rath Yatra 2022: જગન્નાથ પુરી મંદિરના આ તથ્યોનો વિજ્ઞાન પાસે પણ નથી કોઈ જવાબ, જાણો એવું તો શું છે અહીંયા
સામાન્ય રીતે મંદિરના શિપર પર લગાવેલી ધજા પવનની દિશામાં જ ફરકતી હોય છે. પરંતુ જગન્નાથ મંદિરમાં આ નિયમ લાગુ પડતો નથી. આ મંદિરના શિખર પર લહેરાતી ધજા હંમેશા પવનની વિપરીત દિશામાં ફરકે છે. અહીં આવું કેમ થાય છે, તે આજ સુધી કોઈ જાણી શક્યું નથી.
મંદિરમાં પ્રસાદ બનાવવા માટે સાત વાસણનો ઉપયોગ કરવામાં આવે છે. આ તમામ વાસણને એકબીજા ઉપર રાખવામાં આવે છે અને પ્રસાદ લાકડા સળગાવીને તૈયાર કરવામાં આવે છે. આશ્ચર્યની વાત એ છે કે, આ પ્રક્રિયામાં સૌથી ઉપર રાખેલા વાસણમાં સૌથી પહેલા પ્રસાદ તૈયાર થાય છે.
સામાન્ય રીતે મંદિરોના શિખર પર પક્ષીઓ બેસેલા અને ઉડતા જોવા મળતા હોય છે. પરંતુ જગન્નાથ મંદિરની જો વાત કરવામાં આવે તો તમને આશ્ચર્ય લાગશે કે આ મંદિર પર કોઈ પક્ષી બેસેલું જોવા મળતું નથી અને ક્યારે આ મંદિર પરથી કોઈ પક્ષી પસાર થતું નથી.
સામાન્ય રીતે દરિયા કિનારે દિવસ દરમિયાન પવન દરિયાથી જમીન તરફ ફૂંકાય છે અને સાંજે જમીનથી દરિયા તરફ ફૂંકાય છે. પરંતુ જગન્નાથ પુરીમાં વિપરિત જોવા મળે છે. દિવસમાં પવન જમીનથી દરિયા તરફ ફૂંકાય છે અને સાંજે દરિયા તરફથી મંદિર તરફ ફૂંકાતો જોવા મળે છે.