Aliens On Earth: ધરતી પર આવવા માટે બેચેન છે Aliens? વૈજ્ઞાનિકોને મોકલી રહ્યાં છે Radio Signals
હવે વૈજ્ઞાનિકોની એક ઇન્ટરનેશનલ ટીમને એક ગ્રહના ધણા દૂરથી રેડિયો સિગ્નલ (Radio Signal) મળી રહ્યાં છે. આ ગ્રહ તાઉ બૂટ્સ નામના તારાની પ્રણાલીમાં હાજર છે. આ ગ્રહથી 51 પ્રકાશ વર્ષ દૂર છે. સિસ્ટમમાં એક બાઈનરી સ્ટાર અને એક એક્સોપ્લેનેટ હોય છે.
વૈજ્ઞાનિકોની આ ટીમને જેક ટર્નર (Jake Turner) લીડ કરી રહ્યાં છે. જેક ટર્નર કોર્નેલ વિશ્વવિદ્યાલયમાં પોસ્ટડોક્ટોરલ શોધકર્તા (Postdoctoral Researcher in Cornell University) છે. તેમની ટીમમાં ફિલિપ જરકા અને જીન મૈથિયાસ ગ્રિસ્મીયર છે. તેમની એલિયન્સ પર કરવામાં આવેલ રસર્ચ સાયન્ટિફિક જર્નલ એસ્ટ્રોનોમી અને એસ્ટ્રોફિઝિક્સમાં પ્રકાશિત થઈ છે.
જેક ટર્નરે જણાવ્યું છે કે, વૈજ્ઞાનિકોને આ સિગ્નલ તાઉ બૂટ્સ સિસ્ટમ (Tau Bootes System)થી મળી રહ્યાં છે. આ રેડિયો સિગ્નલ (Radio Signals) ગ્રહના ચુંબકિય ક્ષેત્રની શક્તિ અને ધુવ્રીકરણના કારણે પ્રાપ્ત થઈ રહ્યાં છે.
વૈજ્ઞાનિક જેક ટર્નરે જણાવ્યું છે કે, તેમની સ્ટડીમાં એલિયન્સની દુનિયાને લઇને ઘણી વસ્તુ સામે આવી છે. તેના માધ્યમથી એલિયન્સની દુનિયાના અધ્યયન કરવાની સંભાવના વધી રહી છે.