સાબરમતી રિવરફ્રન્ટ પર યુદ્ધ ધોરણે સી પ્લેનની કામગીરી શરૂ, જેટી નદીમાં ઉતારાઈ

Sun, 13 Sep 2020-4:15 pm,

અમદાવાદમાં સી પ્લેન માટે તૈયારીઓ થઈ રહી છે. આજે તેની કામગીરીને આખરી ઓપ અપાઈ રહ્યો છે. આજે સી પ્લેનની ફ્લોટિંગ જેટીને સરદાર બ્રિજથી આંબેડકર બ્રિજ સુધી લઇ જવાશે. જ્યાંથી જેટીની ટ્રાયલ કરવામાં આવશે. જેને લઈ હાલ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

અમદાવાદના 5 બ્રિજ પર ફાયર સહિતની ટીમોએ કામગીરી હાથ ધરી છે. એક જેટીની 9 મીટર પોહળાઈ 24 મીટર લંબાઈ છે. અને બધી જ જેટીનું કુલ વજન 102 ટન છે. મરીન ટેક ઈન્ડિયાના એમડી ગૌતમ દત્તાએ જણાવ્યું કે, અમે ટર્મિનલ તૈયાર કરી રહ્યા છીએ. અમારી કંપની ફિનલેન્ડમાં છે, અમારી કંપની સી પ્લેન પ્રોજેક્ટ તૈયાર કરી રહી છે. અહીં હાલ 6 જેટી લાવવામાં આવી છે, જેને નદીમાં જોડવામાં આવશે. 

અમદાવાદીઓએ ટૂંક સમયમાં જ સી પ્લેન મળશે. સી પ્લેનને કારણે કનેક્ટિવી અને પ્રવાસનક્ષેત્રે ફાયદો થશે. દેશનું સૌથી પહેલી સી પ્લેન ગુજરાતમાંથી શરૂ થવાનું છે. ત્યારે સી પ્લેનની પ્રથમ ઉડાન અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા સુધીની રહેશે. પીએમ મોદી 31 ઓક્ટોબરના રોજ રિવરફ્રન્ટથી કેવડિયા સી પ્લેનમાં જશે.

અમદાવાદ અને કેવડિયા વચ્ચેનું 200 કિલોમીટરનું અંતર કાપતાં લગભગ 50 મિનિટનો સમય લાગશે. સાબરમતી રિવરફ્રન્ટમાં વોટર એરોડ્રામ બનાવવાની કામગીરી શરૂ થઈ ચૂકી છે. સરદાર બ્રિજથી અંબેડકર બ્રિજ લઇ જવાશે, જ્યાંથી જેટીને પાણીમાં તરતી મૂકાશે. ક્રેનની મદદથી જેટીને પાણીમાં ઉતારાઈ હતી. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link