SECOND HAND CAR: જાણો બાઈકની કિંમતે મળશે આ સેકન્ડ હેન્ડ કાર, માઈલેજ પણ આપશે દમદાર
મારૂતિ સુઝુકીની જૂની વેગનઆર 'ઈન્ડિયા કી ગડ્ડી' તરીકે ઓળખાતી હતી. એકસમયે મિડલ ક્લાસ ફેમિલીમાં વેગનઆર સૌથી પસંદગીની કાર હતી. ભારતના રસ્તાઓ પર મોટા શહેરોથી લઈ ગામડા સુધી વેગનઆર જોવા મળે. જૂની વેગનઆર તમને 50 થી 70 હજારમાં મળી જશે. વેગનઆરમાં CNG ઓપ્શન હશે તો તમે બાઈકના ખર્ચે કાર તમારી ઓફિસ લઈ જઈ શકશો. વેગનઆરના મેઈન્ટેઈનન્સમાં પણ વધારે ખર્ચ આવતો નથી.
TATAની જૂની નેનો તમને 50 હજાર સુધીમા મળી જશે. નેનો વર્ષ 2008માં લોન્ચ થઈ હતી. તમે સેકન્ડમાં નેનો કાર લઈ લો તો કેટલાક મહિનાઓ સુધી તમે ખૂબ જ ઓછા ખર્ચે તેને તમારા વ્યવસાયના સ્થળે કે નોકરી લઈ જઈ શકો છો.માઈલેજ તો તમને સારી મળશે સાથે કારમાં ACની સુવિધા પણ છે. કારમાં ટેકનિકલ ખામી ન હોય તેનું ખાસ ધ્યાન રાખવું.
ભારતીય કારબજારમાં સ્વીફટ પહેલેથી ડિમાન્ડમાં રહી છે. સ્વીફ્ટ માટે કહેવાય છે કે કોઈ અડધી રાત્રે કાર વેચે તો પણ આંખ બંધ કરીને ખરીદી લેવાય. સ્વીફટ કાર પહેલેથી પસંદગી રહેતી હોવાથી આ કારની સેકન્ડ હેન્ડ કાર માર્કેટમાં કિંમત રહે છે. 1 લાખથી 3.5 લાખ સુધી તમને સેકન્ડ હેન્ડમાં સ્વીફટ કાર મળી રહેશે.
હ્યુન્ડાઈ કંપનીએ વર્ષ 1998માં સેન્ટ્રો કાર લોન્ચ કરી હતી. સેન્ટ્રો કારની રિસેલ વેલ્યૂ કાયમથી દમદાર રહી છે. ઓછા ખર્ચે શાનદાર સવારીનો અનુભવ કરવો હોય તો સેન્ટ્રો બેસ્ટ ઓપ્શન છે.7 થી 8 વર્ષ જૂની સેન્ટ્રો કાર તમને 50 થી 65 હજાર સુધીમાં મળી રહેશે. સેન્ટ્રો ખરીદતા એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે કાર 10 વર્ષ જૂની ન હોવી જોઈએ. જે કાર બહુ ફરી ન હોય અને વર્ષો સુધી પાર્કિંગમાં પડી રહી હોય તેને લેતા પહેલા પણ વિચાર કરજો.
MARUTIની જો સૌથી લોકપ્રિય કારની યાદી બનાવવામાં આવે તો ઓલ્ટો કારનું નામ પહેલા આવે. ઓલ્ટો કાર નવી તો વેચાય છે પરંતું સેકન્ડ હેન્ડ કાર ખરીદવામાં પણ ઓલ્ટો કાર લોકોની પસંદગીમાં અગ્રેસર હોય છે. તમે 8 થી 10 વર્ષ જૂની 800 CC વાળી ઓલ્ટો ખરીદી શકો છે. ઓલ્ટો કાર તમને 50 થી 60 હજાર સુધીમાં મળી જશે અને 5 થી 7 વર્ષ જૂની ઓલ્ટો તમને 75 થી 80 હજાર સુધીમાં મળી જશે. તમારે કાર ખરીદતા એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે કાર ફિટ હોય અને જે તે શહેરમાં ચલાવવા માટે પરમીટ હોય. કેમ કે ઘણા શહેરોમાં 15 વર્ષ જૂની કાર પર બેન લગાવાયું છે.
હ્યુન્ડાઈ એસેન્ટ જ્યારે લોન્ચ થઈ ત્યારે સ્ટાઈલિસ્ટ કારમાં એસેન્ટ ઘણી લોકપ્રિય થઈ. એસેન્ટ કાર તેની સ્પેસ અને પીકઅપમાં લોકોની પસંદ રહી. કંપનીએ ભલે તેની જૂની એેસન્ટનું ઉત્પાદન બંધ કરી દીધું પરંતું તે કાર જૂનામાં ખરીદવામાં લોકો ગમે ત્યારે તૈયાર રહેતા હતા. જૂની એસેન્ટ મોટા શહેરોમાં 75 હજાર સુધીમાં મળી શકે છે. એસેન્ટ CNG માં પણ સફળ છે. CNG સેકન્ડ હેન્ડ એસેન્ટ કાર લેતા પહેલા તેનું રજિસ્ટ્રેશન અને દસ્તાવેજની ખાસ તપાસ કરી લેવી. એસેન્ટ કારના ફિચર્સ પણ શાનદાર હોય છે. કાળઝાળ ગરમીમાં એસેન્ટ કારમાં AC ઓન કરી દેશો તો તમારા રૂપિયા વસૂલ થઈ જશે. જૂની કારની જ્યારે ખરીદવા માગો છો તો ખાસ ધ્યાન રાખવું પડે છે. તમે જ્યારે કાર ખરીદવા જાઓ તો તમારો જાણીતો કોઈ મિકેનીકને સાથે લઈ જાઓ, જાતે કારના ડોક્યુમેન્ટની ચકાસણી કરો, મિકેનીકની મદદથી એન્જિનની સ્થિતિને જાણો. અકસ્માત વાળી કાર ન ખરીદી લો તેનું ખાસ ધ્યાન રાખો. જાણ્યા -તપાસ વિના સેકન્ડ હેન્ડ કાર ન લેવી તે સલાહભર્યુ છે.