Mahila Naga Sadhu: મહિલા નાગા સાધુ બનવા જીવતા જીવત કરવું પડે આ ભયંકર કામ, કુંભ સ્નાન પછી થઈ જાય અલોપ
સાધુ સંતોના પંથમાં નાગા સાધુઓ પણ આવે છે. નામ પરથી જ ખબર પડી જાય છે કે આ સાધુ નિર્વસ્ત્ર રહે છે. નાગા સાધુમાં પણ પુરુષોની જેમ મહિલાઓ નાગા સાધુ હોય છે પરંતુ તેના માટેના નિયમ અલગ હોય છે. મહિલા નાગા સાધુને પણ પુરુષ નાગા સાધુની જેમ જ સન્માન મળે છે. તેમને હંમેશા માતા કહીને સંબોધિત કરવામાં આવે છે.
પુરુષોની જેમ મહિલા નાગા સાધુ સંપૂર્ણ રીતે નિર્વસ્ત્ર થઈને નથી રહેતા. તેઓ ભગવા રંગનું એક વસ્ત્ર ધારણ કરે છે. આ વસ્ત્રમાં કોઈપણ પ્રકારની સિલાઈ નથી હોતી. મહિલા નાગા સાધુને ફક્ત આ એક વસ્ત પહેરવાની અનુમતિ હોય છે.
મહિલા નાગા સાધુ બનતા પહેલા મહિલાઓએ કઠોર તપ કરવું પડે છે અને જંગલમાં ગુફામાં જઈને સાધના કરવી પડે છે. વર્ષો સુધી તેઓ ભગવાનની ભક્તિમાં લીન રહે છે.
મહિલા નાગા સાધુ બનતા પહેલા મહિલાએ પરીક્ષા તરીકે 6 થી 12 વર્ષ સુધી કઠોર બ્રહ્મચર્યનું પાલન કરવું પડે છે. ત્યાર પછી જ તેના ગુરુ તેને નાગા સાધુ બનવાની અનુમતિ આપે છે.
મહિલા નાગા સાધુને દીક્ષા લેતા પહેલા પોતાના વાળનો ત્યાગ કરવો પડે છે. ત્યાર પછી દુનિયાથી અલગ થઈને તેણે કઠોર તપ કરવું પડે છે.
ત્યાર પછી મહિલાના નાગા સાધુને સાંસારિક બંધન તોડવા માટે પોતાનું જ પિંડદાન કરવું પડે છે. પોતાનું પિંડદાન કર્યા પછી જ તે નવા જીવનમાં પ્રવેશ કરે છે.
મહિલા નાગા સાધુ, દુનિયાથી દૂર એકાંતમાં રહસ્યમયી જીવન જીવે છે. તેઓ ફક્ત કુંભ મેળા દરમિયાન પવિત્ર નદીમાં સ્નાન કરવા માટે દુનિયાની સામે આવે છે અને પછી ફરીથી અલોપ થઈ જાય છે.