સુશાંતની વાતોને કોઈ સમજી શક્યું નહીં? પોસ્ટમાં કર્યા હતા એવા શબ્દોનો ઉલ્લેખ....જે બન્યા આત્મહત્યાનું કારણ!

Sun, 23 Aug 2020-9:04 am,

આત્મહત્યા કોઈ સામાન્ય વાત નથી. ખુબ જ અજીબોગરીબ માનસિક પરિસ્થિતિઓમાંથી કોઈ વ્યક્તિ આત્મહત્યા માટે પ્રેરિત થાય છે. સુશાંત સિંહ રાજપૂતની આ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ ધ્યાનથી જુઓ. તેમાં સુશાંતે એક ખાસ શબ્દનો ઉપયોગ કર્યો છે.  'Panpsychism'. જે દાર્શનિક વિચારધારાની એક ખાસ અવધારણા છે. જેમાં મનુષ્ય દુનિયાની દરેક રચનામાં ઈશ્વરના દર્શન કરે છે અને આખરે તેમાં ભળી જવાની વૃત્તિ રાખે છે. આ અવધારણામાં ઊંડા ઉતરી જતા પોતાનું જ ભૌતિક અસ્તિત્વ મીટાવી દેવાની ઈચ્છા પ્રગટ થાય છે. જે આત્મહત્યા જેવા કાર્યમાં સામે આવે છે. સુશાંતે આ પોસ્ટ 27 એપ્રિલના રોજ લખી હતી. જેમાં તે  'Panpsychism'. એટલે કે સર્વાત્મવાદનો ઉલ્લેખ કરે છે. 

સુશાંતની આત્મહત્યાના કારણો સમજવા માટે તેમની માનસિક અવસ્થા સમજવી ખુબ જરૂરી છે. આ માટે અમે તેમની ઈન્સ્ટાગ્રામ પોસ્ટનો સહારો લીધો. જે તેમણે આત્મહત્યાથી થોડા સમય પહેલા લખી હતી. જેમા સુશાંતની માનસિક સ્થિતિનો સંકેત મળે છે. જેમ કે 26 મે એટલે કે આત્મહત્યાના 20 દિવસ પહેલા લખેલી આ પોસ્ટમાં સુશાંત સિંહે બૌદ્ધ ધર્મમાં પ્રચલિત અતંસક સૂત્રનો ઉલ્લેખ કર્યો છે. તે બૌદ્ધ ધર્મમાં પ્રચલિત મહાયાન શાખાનું ખુબ પ્રચલિત સૂત્ર છે. આ અઆવતંસક સૂત્રમાં જણાવવામાં આવ્યું છે કે વૃહત ઈશ્વરીય ચેતના (conciousness) મનુષ્યના ભૌતિક સ્વરૂપની અંદર વાસ કરે છે. સુશાંતે પોતાની પોસ્ટમાં અવતંસક સૂત્રને વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈનની થીયરી સાથે જોડવાની કોશિશ કરી છે. કદાચ સુશાંતે આ સૂત્રોમાં જણાવવામાં આવેલી વૃહત ઈશ્વરીય ચેતના સાથે મિલન માટે પોતાના ભૌતિક સ્વરૂપને ત્યાગવા માટે એટલે કે આત્મહત્યા કરવાનો માર્ગ પસંદ કર્યો હોય...

14મી મેના રોજ શેર કરાયેલી સુશાંતની પોસ્ટને ધ્યાનથી જુઓ તેમાં તેમણે સ્પષ્ટપણે લખ્યું છે કે Let go without attachment. એટલે કે કોઈ પણ મોહ બંધન વિદાય લેવી. સ્પષ્ટપણે આત્મહત્યાનો સંકેત આપે છે. આ પોસ્ટ જણાવે છે કે સુશાંત સિંહ માનસિક રીતે નિર્લિપ્તતાના ભાવમાં આવી ગયા હતાં. તેમને દુનિયાના બંધનોમાંથી મુક્તિ લેવાની ઈચ્છા થવા લાગી હતી. 

4 મેના રોજ શેર કરાયેલી આ પોસ્ટમાં ઘોર નિરાશાના ભાવ પ્રગટે છે. જેમં તેઓ લખે છે કે ડાર્ક એનર્જી, જે બ્રહ્માંડના 68 ટકા ભાગમાં ફેલાયેલી છે. તે આપણા વ્યવસ્થિત સંસારના નિર્માણનું કારણ છે. સુશાંતે બ્રહ્માંડના રહસ્યોનો ઉલ્લેખ કર્યો છે. આ પોસ્ટમાં સુશાંદની અંદરની જદ્દોજહેમત જોવા મળી રહી છે. 

23 એપ્રિલના રોજ લખાયેલી પોતાની પોસ્ટમાં સુશાંત સિંહ રાજપૂત કહેવા માંગે છે કે બધાના હોવા છતાં પણ મનુષ્ય દુનિયામાં એકલો હોય છે. (You are nobody but yourself).જો કે આ પોસ્ટની અંદર સુશાંત ઝૂઝવા અને આ દુનિયાની કઠિન જંગમાં ભાગ લેવાનો સંકેત આપે છે. આ પોસ્ટ તેમની અંદર ચાલી રહેલા વાસ્તવિક અને આભાસી દુનિયાના દ્વંદ્વને દર્શાવે છે. 

સુશાંત સિંહ રાજપૂતે આ પોસ્ટ 3 જૂને લખી છે અને કદાચ તેમની છેલ્લી પોસ્ટ છે. જેનાથી જાણવા મળે છે કે તેઓ તેમની માતા સાથે કેટલું અટેચમેન્ટ મહેસૂસ કરતા હતાં. તેઓ તેમની યાદોમાંથી ક્યારેય બહાર નીકળી શક્યા નહીં. તેમના માતાજીનું દેહાંત તો ઘણા વર્ષો પહેલા થઈ ગયું હતું. કદાચ સુશાંત પોતાનો જીવ આપીને માતાને મળવાની ઈચ્છા રાખતા હોય...

એવું બિલકુલ નથી કે સુશાંતની દરેક પોસ્ટમાં મૃત્યુની ઈચ્છા જોવા મળી હોય. 5 મેના રોજ લખાયેલી તેમની આ પોસ્ટ જણાવે છે કે તેઓ પોતાની આત્મહત્યાની પ્રવૃત્તિ સાથે સતત જંગ લડી રહ્યાં હતાં. તેઓ પોતાની જિંદગીને ભરપૂર રીતે જીવવાની ઈચ્છા પણ ધરાવતા હતાં. આ પોસ્ટમાં સુશાંતે પોતાના શિડ્યુલનો ઉલ્લેખ કર્યો છે. જેમાં શારીરિકથી લઈને માનસિક સ્વાસ્થ્યની વાત કરી છે. પરંતુ આખરે સુશાંત પોતાના જીવનનો જંગ હારી ગયાં. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link