BiggBoss14 : સલમાને બતાવ્યો ઘરના અંદરનો એક-એક ખૂણો, સાથે જ કર્યો મોટો ખુલાસો
સલમાન ખાને વિવાદિત શો બિગબોસની 14મી સીઝનની માહિતી અલગ અંદાજમાં આપી હતી. સલમાન ખાને પ્રેસ કોન્ફરન્સ કરીને ઘરના અંદરની ઝલક આપી હતી. સાથે જ નવા નિયમોની પણ માહિતી આપી હતી. જુઓ કેવું છે બિગબોસ 14નું ઘર....
બિગબોસ 14નું ઘર કોરોના વાયરસની ગાઈડલાઈન્સને ધ્યાનમાં રાખીને જ બનાવાયું છે. બહારથી આ ઘર એકદમ અલગ દેખાય છે.
પ્રેસ કોન્ફરન્સમાં સલમાન ખાન બીઈંગ હ્યુમનનું માસ્ક લગાવેલા દેખાયા હતા. આ સાથે જ તેઓએ પોતાના ફેન્સને કોરોન વાયરસથી બચી રહેવાની સલાહ આપી હતી.
કન્ટેસ્ટેન્ટ પહેલા સલમાન ખાન ખુદ બિગબોસના ઘરમાં પહોંચ્યા હતા. જ્યાં તેઓએ મુવી થિયેટર જોયું હતું. પોપકોર્ન ખાતા સલમાન ખાને કહ્યું કે, આ વખતની સીઝનમાં સ્પર્ધકોને આકરા ચઢાણ પાર કરવા પડશે. આ વખતે સ્પર્ધકો મોલમાં જઈને શોપિંગ પણ કરી શકે છે. સલમાન ખાન ઘરના મોલમાં ગયા તો તેમણે પણ શોપિંગ કરી હતી
બિગબોસ 14ના સ્પર્ધકોને આ વખતે પહેલીવાર ઘરમાં રેસ્ટોરન્ટની સુવિધા મળનાર છે. જેમ સલમાન ખાન અંદર પહોંચ્યા તો તેઓએ સૌથી પહેલા જ્યૂસ (ફોટો સાભાર : તમામ તસવીરો @ColorsTV ના ટ્વિટર એકાઉન્ટ પરથી લેવાયેલી છે)