સુરતના પૂરને 16 વર્ષ થયા, તબાહીની તસવીરો જાઈને આજે પણ સુરતીઓના રુંવાડા ઉભા થઈ જાય છે!
7 અને 8 ઓગસ્ટ 2006 ના દિવસે ઉકાઇ ડેમમાંથી કોઇપણ વોર્નિંગ વગર તાપી નદીમાં 8થી 9 લાખ ક્યુસેક જેટલુ પાણી છોડી દેવાતા શહેરનો 80 ટકા વિસ્તાર જળબંબાકાર થઇ ગયો હતો. લોકોએ સતત ત્રણ દિવસ સુધી રાતાપાણી એ રડવાનો વખત આવ્યો હતો. એ દિવસો યાદ આવતાં આજે પણ સુરતીઓના રૂંવાડા ઉભા થઈ જાય છે.
આ પૂર સુરતના ઈતિહાસનું સૌથી ભયાનક પૂર ગણાય છે. ચારે તરફ પાણી હતું, લોકોને ક્યાં જવુ, શું ખાવુ એ સમજાતુ ન હતું.
પરંતુ સુરતીઓના સાહસને કારણે તેઓ આ આફતમાંથી નીકળીને જલ્દી જ બેઠા થઈ ગયા હતા.