દુનિયાનું આ છે પ્રથમ અંડરગ્રાઉન્ડ ગામ, ઉનાળામાં 120 સુધી પહોંચે છે તાપમાન
કૂબર પેડી એક રણ વિસ્તાર છે. અહીં ઘણી ઓપલ ખાણો છે. તેથી, અહીં ઉનાળામાં તાપમાન 120 ડિગ્રી ફેરનહિટ સુધી પહોંચે છે અને શિયાળામાં ખૂબ નીચું થઈ જાય છે. જેના કારણે અહીં રહેતા લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
તેના સોલ્યુશનમાં એવું જાણવા મળ્યું હતું કે માઇનિંગ બાદ લોકોને ખાલી પડેલી ખાણોમાં ખસેડવામાં આવે. તે પછી શું, મોટાભાગના લોકોએ અંડરગ્રાઉન્ડ મકાનો બનાવવાનું શરૂ કર્યું અને ત્યાં રહેવાનું શરૂ કર્યું.
જમીનની નીચે હોવા છતાં, આ ઘર સંપૂર્ણપણે ફર્નિસ છે, અને તમામ સુવિધાઓથી સજ્જ છે. અહીં લગભગ 1500 ઘર છે. હવે આ જગ્યા એટલી લોકપ્રિય થઈ ગઈ છે કે અહીં ઘણી હોલીવુડ ફિલ્મ્સનું શૂટિંગ કરવામાં આવ્યું છે.
આ અંડરગ્રાઉન્ડ મકાનોમાં ઇન્ટરનેટ, વીજળી, પાણી જેવી તમામ સુવિધાઓ છે. જો કંઈ નથી તો તે છે માત્ર સૂર્યપ્રકાશ. ઉપરથી જોતાં તમને ખબર પણ નહીં પડે કે આ મકાનો અંદરથી કેવા હશે.
જો કે, સૂર્યપ્રકાશની વ્યવસ્થા માટે આ શહેરમાં જગ્યાએ જગ્યાએ ગ્રાઉન્ડ-પ્રોજેક્ટેડ ચીમનીઓ છે અને ઘણા સાઇન બોર્ડ્સ પણ લગાવવામાં આવ્યા છે, જે લોકોને ચેતવણી આપે છે કે આગળ જોખમ છે કે તેઓએ સાવચેતીથી ચાલે, નહીં તો તેઓ જમીનની અંદરના ઘરમાં પડી શકે છે અથવા તો ખાલી ગુફામાં પડી શકે છે.
અહીં એક અંડરગ્રાઉન્ડ હોટલ પણ બનાવવામાં આવી છે, જ્યાં તમે 150 ડોલર ચૂકવીને રાત રોકાઇ શકો છો. અહીં સુપરમાર્કેટ પણ અંડરગ્રાઉન્ડ છે. જમીનની નીચે ક્લબ્સ પણ છે જ્યાં તમે પૂલની રમત પણ રમી શકો છો.