PICS: કોંગ્રેસના આ ધૂરંધર યુવા નેતાએ ખેતરમાં ગુજારી રાત, લોકોની સમસ્યાઓ જાણી
સચિન પાઈલટ એક સામાન્ય માણસની જેમ જ ખેતરમાં રહ્યાં, સ્થાનિકો સાથે ભોજન કર્યુ અને ખુલ્લા આકાશ નીચે ચોપાલ લગાવી અને વિસ્તારના ખેડૂતોની સમસ્યા પણ સાંભળી.
ઉપમુખ્યમંત્રી સચિન પાઈલટ રવિવારે સાંજે જાલૌર જિલ્લાના કાસેલા ગામ પહોંચ્યા અને ત્યાં ખેડૂત જયકિશનના ખેતર પર રાત્રી રોકાણ કર્યું.
સચિન પાઈલટે સાંગરીનું શાક, છાશ, રબડી અને બાજરાનો રોટલો ખાધો. ઓફિસરો અને નેતાઓ માટે પણ ખેતરમાં જ રોકાવવાની વ્યવસ્થા કરાઈ હતી.
પાઈલટે 2 વર્ષ પહેલા પણ કાસેલા ગામના ખેડૂત જયકિશનના ત્યાં રાત્રીરોકાણ કર્યું હતું. પાઈલટ ત્યારે વિપક્ષમાં હતાં. પરંતુ હવે જ્યારે આવ્યાં છે ત્યારે પ્રદેશના ઉપમુખ્યમંત્રી છે ત્યારે આવ્યાં છે.
આ રાત્રી ચોપાલના માધ્યમથી પાઈલટે એવો સંદેશો આપવાની કોશિશ કરી છે કે તેઓ જમીન સાથે જોડાયેલા નેતા છે અને ખેડૂતો સાથે તેમનો સીધો સંપર્ક છે.
ખેતરમાં રાત્રી રોકાણ પાછળ સચિન પાઈલટનો હેતુ એ હતો કે ખેડૂતોની વચ્ચે રહીને તેમની સમસ્યાઓ જાણી શકે. આ સાથે જ ખબર પડે કે એક ખેડૂત 50 ડિગ્રી તાપમાનમાં કેવી રીતે જીવે છે.