કાલ ભૈરવની પૂજા, ગંગામાં ડુબકી, બાબા વિશ્વનાથનો જલાભિષેક, શ્રમિકો સાથે ભોજન, જુઓ PM મોદીની તસવીરો
પીએમ મોદીએ કહ્યું કે એવું લાગે છે કે આપણું સમગ્ર ચેતન બ્રહ્માંડ સાથે જોડાયેલું છે. વિશ્વનાથ ધામના આ આયોજનથી સમગ્ર વિશ્વ જોડાયેલું છે. આજે ભગવાન શિવનો પ્રિય દિવસ સોમવાર છે. આજે એક નવો ઈતિહાસ રચાઈ રહ્યો છે. અહીં આજે જે આસપાસ પ્રાચિન મંદિર લુપ્ત થઈ ગયા હતા તેમને ફરીથી સ્થાપવામાં આવ્યા છે. વિશ્વનાથ ધાનું આ સમગ્ર પરિસર એક ભવન ભર નથી. તે ભારતની પ્રાચિનતાનું પ્રતિક છે, ઉર્જાશીલતાનું પ્રતિક છે. અહીં તમને તમારા ભૂતકાળના ગૌરવનો અનુભવ થશેપીએમ મોદીએ કહ્યું કે એવું લાગે છે કે આપણું સમગ્ર ચેતન બ્રહ્માંડ સાથે જોડાયેલું છે. વિશ્વનાથ ધામના આ આયોજનથી સમગ્ર વિશ્વ જોડાયેલું છે. આજે ભગવાન શિવનો પ્રિય દિવસ સોમવાર છે. આજે એક નવો ઈતિહાસ રચાઈ રહ્યો છે. અહીં આજે જે આસપાસ પ્રાચિન મંદિર લુપ્ત થઈ ગયા હતા તેમને ફરીથી સ્થાપવામાં આવ્યા છે. વિશ્વનાથ ધાનું આ સમગ્ર પરિસર એક ભવન ભર નથી. તે ભારતની પ્રાચિનતાનું પ્રતિક છે, ઉર્જાશીલતાનું પ્રતિક છે. અહીં તમને તમારા ભૂતકાળના ગૌરવનો અનુભવ થશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસી પહોંચ્યા તો લોકોએ તેમનું સ્વાગત કર્યુ હતું. પીએમ મોદીએ પણ હાથ જોડીને લોકોનું અભિવાદન કર્યુ હતું.
પીએમ મોદીએ લલિતા ઘાટ પર માતા ગંગાનને પ્રણામ કર્યા અને નદીમાં સ્નાન કર્યું. ત્યારબાદ પીએમ મોદીએ કળશમાં જળ લીધુ અને પછી પગપાળા જ કાશી વિશ્વનાથ મંદિર જવા માટે નીકળી ગયા.
કાશીમાં કોરિડોરના લોકાર્પણ બાદ કોરિડોર બનાવનાર શ્રમિકો સાથે પ્રધાનમંત્રીએ ભોજન કર્યુ હતું.
પ્રધાનમંત્રીએ કહ્યું કે કાશીમાં સત્ય જ સંસ્કાર છે, કાશી તે છે જ્યાં પ્રેમ જ પરંપરા છે. કાશી અંગે જે પણ કહું તે ઓછું છે. આ કાશી શિવમયી છે, જ્ઞાનમયી છે. ભગવાન શિવે પોતે કહ્યું કે ધરતીના ક્ષત્રોમાં કાશી સાક્ષાત મારું જ શરીર છે. આથી અહીંનો દરેક પથ્થર શંકર છે. શાસ્ત્રોના વાક્ય છે કે કાશીમાં સર્વત્ર, દરેક જીવમાં ભગવાન શિવના દર્શન થાય છે. કાશી જીવત્વને શિવત્વ સાથે જોડે છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે કાશીમાં સત્ય જ સંસ્કાર છે, કાશી તે છે જ્યાં પ્રેમ જ પરંપરા છે. કાશી અંગે જે પણ કહું તે ઓછું છે. આ કાશી શિવમયી છે, જ્ઞાનમયી છે. ભગવાન શિવે પોતે કહ્યું કે ધરતીના ક્ષત્રોમાં કાશી સાક્ષાત મારું જ શરીર છે. આથી અહીંનો દરેક પથ્થર શંકર છે. શાસ્ત્રોના વાક્ય છે કે કાશીમાં સર્વત્ર, દરેક જીવમાં ભગવાન શિવના દર્શન થાય છે. કાશી જીવત્વને શિવત્વ સાથે જોડે છે.