Pics : ડર્ટી પિક્ચરવાળી સિલ્ક સ્મિથાની આજે છે પુણ્યતિથિ, પંખા સાથે લટકતી મળી હતી લાશ
23 સપ્ટેમ્બર, 1996ના રોજ વિજયલક્ષ્મી ઉર્ફે સિલ્ક સ્મિતાનો મૃતદેહ તેના ઘરમાં પંખા સાથે લટકતો મલ્યો હતો. તેના મોતના કોઈ સબૂત મળ્યા ન હતા, કે તે હત્યા છે કે આત્મહત્યા. તેલુગુમાં એક સ્યુસાઈડ નોટ મળી હતી, પણ તેમાં ય કંઈ મળ્યું ન હતું. આખરે તેની મોત એક મિસ્ટ્રી બનીને રહી ગઈ હતી.
સિલ્ક સ્મિતાનો જન્મ 2 ડિસેમ્બર, 1960ના રોજ આંધ્રપ્રેદશના એલુરુમાં અત્યંત ગરીબ પરિવારમાં થયો હતો. સિલ્ક સ્મિતાનું આખું નામ વિજયલક્ષ્મી વડલાપતિ હતું. પરંતુ સાઉથના ટીવી પડદે તે સિલ્ક સ્મિતાના નામે ફેમસ હતી.
17 વર્ષની ફિલ્મ કરિયરમાં સિલ્ક સ્મિતાએ તેલુગુ, તમિલ, મલયાલમ, કન્નડ અને હિન્દી ભાષાની 450 ફિલ્મોમાં કામ કર્યું હતું.
સિલ્ક સ્મિતાની બોલ્ડનેસ અને બોલ્ડ પાત્રોને કારણે તેની ફિલ્મો સેમી પોર્ન ફિલ્મો પણ કહેવાતી હતી.
કહેવાય છે કે, ગરીબી અને દીકરી, બંનેથી છુટકારો મેળવવા માટે તેના માતાપિતાએ તેના લગ્ન બાળપણમાં જ કરી નાંખ્યા હતા. ઘરેલુ હિંસાથી કંટાળીને સિલ્ક મદ્રાસ જતી રહી હતી.
વર્ષ 1979માં આવેલી ફિલ્મ ‘વિન્ડિચક્રમ’થી તે સિલ્ક સ્મિતાના નામથી ફેમસ બની હતી. વર્ષ 2011માં સિલ્ક સ્મિતાના નામે બોલિવુડમાં ડર્ટી પિક્ચર ફિલ્મ બની હતી. જેમાં વિદ્યા બાલને રોલ કર્યો હતો, આ ફિલ્મ જબરદસ્ત હિટ નીવડી હતી.