Photos: મહાશિવરાત્રી પર એક સાથે કરો 525 શિવલિંગના દર્શન
જ્યારે મહાશિવરાત્રીની તિથિ ભગવાન શિવની પૂજા માટે ખાસ માનવામાં આવે છે ત્યારે સોમવારે તેનું મહત્વ ઘણુ વધી જાય છે. આ ખાસ સમય પર જી મીડિયા આ ખાસ શિવાલયની તસવીરો લાવ્યું છે જ્યાં ભક્તોને એક બે નહીં પરંતુ એક સાથે 525 શિવલિંગના દર્શન કરી શકે છે.
આ ખાસ શિવાલય કોટાના શિવપુરી ધામ મંદિરમાં છે. આ મંદિર શિવ ભક્તો માટે વિશેષ મહત્વ ધરાવે છે. આહીંયા ભગવાન ભોળાનાથના 525 શિવલિંગની વિશાળ શ્રૃંખલા છે.
એટલું જ નહીં અહીંયા ભગવાન ભોળાનાથના વિશાળ રૂપના દર્શન પણ થાય છે. આ શિવનગરીમાં એક વિશાળ શિવલિંગ પણ છે જેનું વજન 14 ટન અને ઉંચાઇ 11 ફુટ છે. ભક્તોનું માનીએતો ભોળાનાથાના આ વિશાળ શિવલિંગની વિશાળતા તમને ખેંચી લાવે છે. ત્યારબાદ ભક્તોને જોવા મળે છે મહાકાલનો અદ્ધુત નજારો.
નેપાળના પશુપતિ મહાદેવ બાદ રાજસ્થાનના કોટાના શિવપુરી ધામમાં 525 શિવલિંગ સ્થાપિત છે. જેના એક સાથે દર્શન કરી ભક્ત સાક્ષાત શિવમય બની જાયે છે. જ્યાં વધુ શિવના ઘણા ઉપાસકો તેમના શિવાલયોમાં જઇ એક-એક શિવલિંગના દર્શનોનો લાભ ઉઠાવે છે. ત્યારે આ મંદિરમાં એક સાથે 525 શિવલિંગના દર્શનનો લાભ ઉઠાવી શકે છે.
આ મંદિર નેપાળના પશુપતિનાથ મંદિર બાદ ભારતમાં એક માત્ર મંદિર છે. જ્યાં ક સાથે 525 શિવલિંગ છે. આમ તો દરેક જગ્યાએ મંદિરમાં ભક્તોની ભીડ જામતી હોય છે અને આ સાથે ભોળાનાથના દર્શન કરવા પણ મુશ્કેલ બને છે. પરંતુ આ મંદિરમાં શ્રદ્ધાળુઓને ભોળાનાથના દર્શન તો આરામથી થાય છે, તેમજ આ સાથે અભિષેક કરવાની પણ સંપૂર્ણ તક મળી છે.