અંદમાનની સુંદરતા પર થઇ જશો ફિદા, આ ફોટોઝ જોઇને થશે ફરવાનું મન
આ આઇલેન્ડ ભારતના ખાસ રત્નોમાંથી એક છે. એક શાંત આઇલેન્ડ જે તમને આ ભાગદોદ ભરી દુનિયામાં હળવાશનો અનુભવ કરાવશે. તમને જણાવી દઈએ કે આ આઈલેન્ડ સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે જાણીતો છે.
પક્ષીઓના શોખીન લોકો માટે આ સ્થળ ખૂબ જ સારો વિકલ્પ બની શકે છે. તમને જણાવી દઈએ કે તેના મેન્ગ્રોવ જંગલમાં મોટી સંખ્યામાં પોપટ જોવા મળે છે.
ભારતીય ઉપખંડમાં અહીં એકમાત્ર સક્રિય જ્વાળામુખી છે. બેરન આઇલેન્ડમાં વસ્તી નથી. તમને જણાવી દઇએ કે તેના ઉત્તરીય ભાગમાં કોઈ વૃક્ષો અને છોડ નથી.
અહીં તમે સ્કુબા ડાઇવિંગનો અનુભવ કરી શકો છો. એક પ્રકૃતિ પ્રેમીથી લઈને સાહસ પ્રેમી સુધી આ ટાપુ સ્વર્ગથી ઓછો નથી.
પોર્ટ બ્લેરથી 2 કિમી પૂર્વમાં આવેલો આ ટાપુ તેના ખંડેરો માટે પ્રખ્યાત છે. તમને જણાવી દઈએ કે રોસ આઈલેન્ડ ભારતીય નૌકાદળ હેઠળ છે. અહીં આવતા દરેક પ્રવાસીએ આવતા-જતા સમયે હાજરી પુરાવવી પડે છે.
અંદમાનમાં સ્નોર્કલિંગ કરવા માટે આ શ્રેષ્ઠ સ્થળ છે. અહીં ભોજન, કપડાં માટે લોકર, ઝૂંપડીઓ વગેરે જેવી તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે.