તસવીરોમાં જોવો ભારત બંધની ગુજરાતના અલગ-અલગ શહેરોમાં કેવી થઇ અસર
પેટ્રોલ અને ડિઝલમાં ભાવ વધારાને ધ્યાને રાખીને કોંગ્રેસ દ્વારા ભારતબંધનું ભરૂચમાં પણ અસર જોવા મળી હતી. ભરૂચના કોંગ્રેસી કાર્યકરો દ્વારા હાઇવે પર ટાયરો સળગાવીને વિરોધ કરવામાં આવ્યો હતો. જેથી મોટી સંખ્યામાં રોડ પર ટ્રાફીકજામની તકલીફો સર્જાઇ હતી.
અમદાવાદમાં ભારતબંધને કારણે વિરોધો કરી રહેલા કોંગ્રેસી કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા હતા. તો બંધ કરવા નિકળેલા કોંગ્રેસી ઘારાસભ્ય ગ્યાસુદ્દીન શેખની અટકાયત કરવામાં આવી હતી. તો દાણીલીમડા ક્રોસ રોડ પર કોંગ્રેસી કાર્યકરો દ્વારા બી.આર.ટી.એસ બસને પણ રોકવામાં આવી હતી.
અમરેલીમાં ભારતબંધને સમર્થનમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ બજારમાં દુકાનો બંધ કરાવા માટે નિકળ્યા હતા. જ્યારે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ લોકોને હાથ જોડીને બંધમાં સમર્થન આપવા અપીલ કરી હતી. જ્યારે પોલીસે અગાઉથી સાવચેતીના ભાગરૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
અરવલ્લી જિલ્લામાં બંધના એલાનને સફળ કરવા વહેલી સવારથી જ કોંગી કાર્યકરોએ ટાયર સળગાવી અમદાવાદ-ઉદેપુર હાઇવે પર ચક્કાજામ કરવાનો પ્રયત્ન કર્યો હતો.
બોટાદ: પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધરાને લઇને કોંગ્રેસ દ્વારા આજે ભારતબંધનું એલાન આપાવામાં આવ્યું છે. જ્યારે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં બંધને જોરદાર સમર્થન જોવા મળી રહ્યું છે, બોટાદમાં વિરોધ કરવા નિકળેલા 50જેટલા કોંગી કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.
જામગરમાં વિરોધ કરી રહેલા કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. જ્યારે કોઇક જગ્યા પર શાંતિ પૂર્ણ બંધ કરવા માટેની અપીલ કરવામાં આવી હતી. જ્યારે જામનગરના ધારાસભ્ય વિક્રમ માંડમ પણ વિરોધમાં સામેલથતા તેમની અટકાયત કરવામાં આવી હતી.
આણંદમાં પણ પેટ્રોલ ડિઝલના ભાવને લઇને ભારત બંધના આદેશને કોંગ્રેસી કાર્યકરો દ્વારા સફળ બનાવાયો હતો. વિરોધ કરી રહેલા કોંગ્રેસી કાર્યકરો દ્વારા મોધવારીની નનામી કાઢીને વિરોધ કરવામાં આવ્યો હતો.
પાટણમાં વિરોધની સધી અસર જોવા મળી હતી. કોંગી કાર્યકરોએ બંધ કરવા નિકળે તે પહેલા જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો બંદોબસ્તમાં ગોઠવી દેવામાં આવ્યા હતા. જ્યારે જનતાએ પણ જાતે જ બંધનું સમર્થન કરીને બજાર બંધ રાખ્યું હતું.
રાજકોટ શહેરમાં બંધને લઇને કોગ્રેસી કાર્યકરો દ્વારા વધી રહેલા પેટ્રોલના ભાવને લઇને પેટ્રોલીયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું પુતળુ લટકાવીને વિરોધ કરવામાં આવ્યો હતો.