Vastu Tips: ઘરે દેખાઇ છે આ જીવ તો થશે કંઇક શુભ, જાણો કેમ
જો તમારા ઘરમાં ઘુવડનો માળો બનાવ્યો હોય. અથવા જો તે ઘરની આસપાસ દેખાય તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. ઘુવડ જોવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે.
મરધી કે મરઘાનો ઘરે માળો બનાવવો અથવા પછી રહેવું વાસ્તુની દ્રષ્ટિએ ખૂબ શુભ માનવામાં આવે છે. તેને લઇને કહેવાય છે કે મરઘીના માળાથી ઘરમાં પોઝિટિવ એનર્જી આવે છે.
ઘરમાં ચકલીનો માળો બનાવવો ખૂબ જ સારો માનવામાં આવે છે. જો ઘરના કોઈપણ ખૂણામાં ચકલીએ માળો બનાવ્યો હોય તો તેને હટાવો નહીં, કારણ કે તે સુખ-સમૃદ્ધિનું સૂચક છે.
જો તમારા ઘરમાં પોપટે ઘર બનાવ્યું હોય અથવા ઝાડ પર માળો બનાવ્યો હોય તો તે સુખ-સમૃદ્ધિનું સૂચક છે. એવું કહેવાય છે કે તમારા ઘરમાં કંઈક શુભ થવાનું છે.
જો તમારા ઘરમાં કીડીઓની કોલોની છે તો તેને દૂર ન કરવી જોઈએ. કારણ કે જ્યારે કીડીઓ ઘર બનાવે છે ત્યારે ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થાય છે.
જો આ જીવો તમારા ઘરમાં રહે છે તો ભૂલથી પણ તેમને નુકસાન ન પહોંચાડો, તેમનું રહેઠાણ ખૂબ જ સારું માનવામાં આવે છે અને ઘરની આર્થિક સ્થિતિ સારી હોય છે.
જ્યારે પણ તમે ઘરની સફાઈ શરૂ કરો તો ધ્યાન રાખો કે ભૂલથી પણ તેમને નુકસાન ન થાય.
અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.