દિવાળીના દિવસે આ પશુ પક્ષીમાંથી કોઈ એક જો તમને જોવા મળે તો બેડો પાર...ભાગ્ય ચમકી જશે
હિન્દુ ધર્મમાં ગાયને માતાનો દરજ્જો મળેલો છે. કહેવાય છે કે ગાયમાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ છે. શાસ્ત્રો મુજબ જો તમને દિવાળીની સાંજે કેસરી રંગની ગાયના દર્શન થાય તો સમજી લેવું કે દેવી દેવતાઓના આશીર્વાદ તમારી સાથે છે. હકીકતમાં કેસરિયા રંગને દેવી દેવતાઓ સાથે જોડવામાં આવે છે. કેસરી રંગની ગાયના દર્શન માત્રથી મુશ્કેલીઓથી છૂટકારો મળે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે.
શાસ્ત્રો મુજબ દિવાળીના દિવસે જો તમારા ઘરમાં છછૂંદર આવે તો ખુબ શુભ મનાય છે. આ દિવસે છછૂંદર દેખાવવાનો અર્થ એ છે કે તમે ખુબ ભાગ્યશાળી છો અને ધન સંબંધિત તમારી સમસ્યાઓ દૂર થવાની છે.
ઘૂવડ માતા લક્ષ્મીનું વાહન છે. તે રાતે જાગે છે અને દિવસે સૂતું હોય છે. આથી જો તમને દિવાળીના દિવસે માતા લક્ષ્મનું પૂજન કર્યા બાદ ઘૂવડ જોવા મળે તો તે ખુબ શુભ સંયોગ મનાય છે. દિવાળી પર ઘૂવડ દેખાય તો ધીરે ધીરે તમને કષ્ટમાંથી મુક્તિ મળશે અને ઘરમાં ખુશીઓનો વાસ થશે.
જ્યારે તમારા ઘરમાં કાળી બિલાડી આવતી હશે તો તમે તેને ડરાવીને ભગાડી દેશો. પરંતુ પુરાણોમાં દિવાળીના દિવસે બિલાડી ઘરમાં આવે તો શુભ મનાય છે. એમા પણ કાળી બિલાડી લક્ષ્મી પૂજનના દિવસે તમારા ઘરમાં આવે તો જાણે ભયો ભયો. દિવાળી પર કાળી બિલાડીના પગ પડતા જ આખું વર્ષ ધનની કમી જ્યારે મહેસૂસ થશે નહીં. જો તમે દિવાળી પર કાળી બિલાડીને મારીને ભગાડશો તો તમારે માતા લક્ષ્મીનો પ્રકોપ સહન કરવો પડી શકે છે.
આપણે જોઈએ છીએ કે લોકો ગરોળીથી ડરતા હોય છે. પરંતુ જો લક્ષ્મી પૂજન બાદ ઘરના કોઈ પણ ભાગમાં ગરોળી જોવા મળે તો તેને લક્ષ્મી માતા પ્રસન્ન થયા હોવાનો સંકેત મનાય છે. પુરાણો મુજબ આમ થવાથી તમારા બગડેલા કામ આપોઆપ પૂર્ણ થવા માડે છે.