સપ્ટેમ્બરમાં પાંચ ગ્રહોનું ગોચર, ચમકી જશે આ જાતકોનું ભાગ્ય, થશે મહાલાભ

Tue, 29 Aug 2023-4:30 pm,

જલદી સપ્ટેમ્બર મહિનાની શરૂઆત થવાની છે, જે કેટલાક જાતકો માટે શુભ રહેવાનો છે. આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં પાંચ ગ્રહ એક રાશિમાંથી બીજી રાશિમાં પરિવર્તન કરવાના છે. સપ્ટેમ્બરમાં ગ્રહોના આ ગોચરની તમામ 12 રાશિઓ પર પ્રભાવ પ઼શે. 4 સપ્ટેમ્બરના દિવસે શુક્ર અને ગુરૂ વક્રી થઈને ગોચર કરશે. તો 16 સપ્ટેમ્બરે બુધ ગ્રહ પણ વક્રી અવસ્થામાં આવી જશે. કન્યા રાશિમાં 17 સપ્ટેમ્બરે સૂર્યનો પ્રવેશ થશે. તો મંગળ 14 સપ્ટેમ્બરના દિવસે કન્યા રાશિમાં અસ્ત થઈ જશે. આ પાંચ ગ્રહોના ગોચરથી રાશિઓને શુભ અને અશુભ ફળ મળશે. તો સપ્ટેમ્બરમાં ગોચર કેટલાક જાતકો માટે લાભકારી રહેશે. 

સપ્ટેમ્બર મહિનામાં પાંચ ગ્રહોના ગોચરથી મેષ રાશિના લોકોને ફાયદો થવાનો છે. નોકરી કરતા લોકોને બોસનો સાથ મળશે અને નવા પ્રોજેક્ટની જવાબદારી મળી શકે છે. મિત્રો કે સંબંધીઓ સાથે ક્યાંક ફરવાનો પ્લાન બનાવી શકો છો. આર્થિક સ્થિતિઓ સારૂ રહેશે, ખોટા ખર્ચાથી બચો. તો લાઇફ પાર્ટનરની સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરશે. 

સિંહ રાશિના લોકો માટે સપ્ટેમ્બરનો મહિનો ખુબ લાભકારી માનવામાં આવી રહ્યો છે. સૂર્ય દેવના આશીર્વાદથી સમાજમાં તમારૂ માન-સન્માન વધશે. વેપાર ક્ષેત્રમાં નફો થવાનો યોગ છે. પરિવારના સભ્યોની સાથે સમય પસાર કરવો સારો રહેશે. લગ્ન જીવનમાં મધુરતા લાવવા માટે જીવનસાથીની સાથે બેસીને વાતચીત કરો. સંતાન સાથે જોડાયેલી સારા સમાચાર મળી શકે છે. 

ગ્રહોના ગોચરથી સપ્ટેમ્બરનો મહિનો તુલા રાશિના લોકો માટે શુભ માનવામાં આવી રહ્યો છે. આ મહિનો તમને સ્વાસ્થ્ય પહેલાથી સારૂ થશે. મિત્રો કે પરિવારજનો સાથે ચાલી રહેલા મતભેદો દૂર થશે. કોઈ વિશેષ યાત્રા પર જઈ શકો છો. નોકરી કરી રહેલા લોકોએ થોડી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તો વેપારમાં ધનલાભનો યોગ છે. તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓનું મન આ દરમિયાન અભ્યાસમાં લાગશે. 

(ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તે દાવો કરતા નથી કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે આ ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો)  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link