સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં બે મોટા ગ્રહોની યુતિથી બનશે રાજયોગ, આ 4 રાશિઓની ધન-સંપત્તિમાં થશે અઢળક વધારો
સપ્ટેમ્બરના મહિનામાં ચાર રાશિના જાતકોને વિશેષ લાભ મળવાનો છે. સપ્ટેમ્બરની 4 તારીખે બુધ ગ્રહનું ગોચર સિંહ રાશિમાં થશે, જ્યાં સૂર્ય પહેલાથી બિરાજમાન છે. સૂર્ય-બુધની યુતિથી બુધાદિત્ય રાજયોગનું નિર્માણ થશે. આ યોગ 4 રાશિના જાતકોને કરિયર અને કારોબારના ક્ષેત્રમાં વિશેષ લાભ અપાવી શકે છે. આ સાથે સરકારી ક્ષેત્રમાં પણ આ જાતકોને લાભ થશે. આવો આ ભાગ્યશાળી રાશિઓ વિશે જાણીએ..
તમારી રાશિના પંચમ ભાવમાં બુધ અને સૂર્ય યુતિ કરશે. આ યુતિના પ્રભાવથી તમને શિક્ષણ ક્ષેત્રમાં અનુકૂળ પરિણામ મળી શકે છે. આ સાથે જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાના પરિણામની રાહ જોઈ રહ્યાં છે તેને સારા સમાચાર મળી શકે છે. તમારા બગડી રહેલા કામ પણ આ દરમિયાન થવા લાગશે. કરિયરના ક્ષેત્રમાં પણ સ્થિતિ અનુકૂળ હશે, કેટલાક લોકોને વધારાની જવાબદારી આ દરમિયાન મળી શકે છે. પ્રેમ સંબંધોમાં પડેલા આ રાશિના જાતકો પોતાના પાર્ટનરની સાથે સારો સમય પસાર કરી શકે છે.
તમારા ત્રીજા ભાવમાં બુધાદિત્ય યોગ બનશે, આ યોગના પ્રભાવથી તમારા સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ જોવા મળી શકે છે. તમારી વાણીમાં સ્પષ્ટતા હશે, જેનાથી લોકો તમારા તરફ આકર્ષિત થશે. આ રાશિના જે જાતકો મીડિયા કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કાર્યરત છે, તેને ઈચ્છિત પરિણામ મળી શકે છે. તે પોતાની યોગ્યતા સાબિત કરી શકે છે. પૈસાને લઈને જો તમે પરેશાન હોવ તો તમને સપ્ટેમ્બર મહિનામાં રાહત મળી શકે છે. નાની યાત્રાઓથી આ જાતકોને લાભ થશે.
તમારા માટે સપ્ટેમ્બરનો મહિલા લાભદાયક સાબિત થઈ શકે છે. આ મહિને તમારા લાભ ભાવમાં બુધાદિત્ય યોગ બનશે અને આ સાથે તમારી રાશિના સ્વામી પણ આ ભાવમાં હશે. ગ્રહોની આ સ્થિતિ તમને વિવિધ સ્ત્રોતથી લાભ અપાવી શકે છે. બસ તમારે તક ઓળખવાની છે. જે લોકો નોકરીમાં પરિવર્તનનો પ્રયાસ કરી રહ્યાં છે તેને સફળતા મળી શકે છે. આ દરમિયાન તમને ભાઈ-બહેનનો પણ સહયોગ મળશે. સ્વાસ્થ્યમાં પણ સારા પરિણામ તમને જોવા મળી શકે છે.
તમારા કર્મ ભાવમાં સૂર્ય અને બુધ યુતિ કરશે. સ્વાભાવિક છે કે તેનાથી તમને કાર્યક્ષેત્રમાં સારૂ પરિણામ મળી શકે છે. તમારા કાર્યની પ્રશંસા આ દરમિયાન થઈ શકે છે. આ રાશિના કેટલાક જાતક પોતાનું કાર્ય પણ શરૂ કરી શકે છે. તમારૂ મન શાંત હશે, જેનાથી તમે મોટા નિર્ણયો સરળતાથી લઈ શકશો. આ દરમિયાન કારોબારી પોતાના કારોબારનો વિસ્તાર કરશે. તમારી કોઈ દબાયેલી ઈચ્છા આ સમયમાં પૂરી થઈ શકે છે.
આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.