હાલ ગુજરાતમાં ભુક્કા બોલાવી દે તેવી છે આગાહી! ઉત્તર ગુજરાત અને અમદાવાદીઓને`તો ઉંધ જ નહીં આવે!

Thu, 28 Mar 2024-5:05 pm,

આગાહી મુજબ આગામી ત્રણ દિવસ ખુબ જ ભારે રહેવાના છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને મહીસાગર, અરવલ્લી અમદાવાદ, ગાંધીનગર વગેરે શહેરોમાં રાત્રિ દરમિયાન ઉકળાટનો અનુભવ થશે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લાનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીની નજીક રહ્યું હતું. કેટલાક જિલ્લાઓમાં તો 40 ડિગ્રીથી વધુ મહત્તમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદ શહેરમાં પણ ઉકળાટ સાથે ગરમીનો પારો 40 ડિગ્રીની આસપાસ રહ્યો હતો. 

આગામી દિવસોમાં ગરમીમાં કોઈ રાહત નથી. ઊલટાનું પારો ઓર વધશે. આગામી બે દિવસમાં ગરમીનો પારો 41 ડિગ્રી પર પહોંચી શકે છે. સવારથી શરૂ થયેલા ગરમ પવનો દિવસભર સુધી ફૂંકાઈ રહ્યાં છે. જોકે, આગામી બે દિવસ બાદ ગરમીમાં થોડી રાહત મળવાના અણસાર છે. કારણ કે, શુક્રવારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ગરમીના પારામાં 2 ડિગ્રીનો ઘટાડો આવી શકે છે. આથી આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યનું મહત્તમ તાપમાન યથાવત્ રહેશે અને એકથી બે ડિગ્રીનો વધારો થઈ શકે છે.

હોળિકા દહન બાદ આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે. હોળિકાની જ્વાળાઓની દિશાને જોઈ તેમણે અનુમાન કર્યું કે, સૂર્યાસ્ત પછી પવન પશ્ચિમનો રહ્યો હતો અને ઘુમાવ નૈઋત્યનો રહ્યો હોવાથી ખેડૂતો માટે વર્ષ સારું રહેશે. જોકે, આંધી વંટોળનું પ્રમાણ વધુ રહેશે જે એપ્રિલથી લઇ જૂન સુધી જોવા મળશે. ધૂળ વંટોળના કારણે બાગાયતી પાક પર તેની અસર થતી હોય છે. અરબ સાગર અને બંગાળની ખાડીમાં ગરમીની સાનુકૂળતાના કારણે ચક્રવાત સર્જાતા રહેશે. ઓગસ્ટ થી લઇ ઓક્ટોબર સુધી વરસાદ રહેશે, વાયુનો પ્રકોપ વધુ રહેશે.

હવામાન વિભાગની આગાહી મુજબ, હાલમાં ગુજરાત પર આવતા પવનોની દિશા પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશા તરફથી છે. તેને કારણે ગરમ પવનો ફૂંકાઇ રહ્યા છે. આ ઉપરાંત ગુજરાતના કચ્છના અને ખંભાતના અખાતમાં પણ ગરમ પવનો ફૂંકાતા રહેશે. જેની ઝડપ 15થી 20 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. આ ઉપરાંત બે દિવસ બાદ વેસ્ટર્ન ડિસ્ટબન્સ અપ્રોચ કરી રહ્યું છે તેને કારણે આગામી ત્રણ દિવસ બાદ ઉકળાટનું પ્રમાણ પણ વધી શકે છે. 

ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી જતા વાતાવરણમાં અસહ્ય ઉકળાટ અને બફારો જોવા મળ્યો છે. હજી આગામી 48 કલાક સુધી ગુજરાતમાં ગરમીનો માર સહન કરવો પડશે. નવી આગાહી મુજબ, આગામી 48 કલાક બાદ ગરમીનો પારો ઘટશે. ગરમીમાં ઘટાડો થવાની શક્યતા છે. ગુજરાત તરફ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, જેને કારણે ફરી એકવાર ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે.

આગામી પાંચ દિવસને લઈને આગાહી પ્રમાણે, રાજ્યભરમાં સૂકું વાતાવરણ રહેશે. સાથે જ ગરમ પવનો ફૂંકાવાને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ ભેજયુક્ત વાતાવરણ રહેશે. જેને કારણે ડિસ્કમ્ફર્ટ એટલે કે બફારાની સ્થિતિ રહેશે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી ત્રણ દિવસ દરમિયાન હીટવેવની શક્યતા છે. આ સાથે જ ગરમીમાં થોડી રાહત થવાના અણસાર છે. મંગળવારે ગરમીના પારાની વાત કરીએ તો દિવસભર ગરમ પવનો ફૂંકાયા હતા. જેની અસરથી અમદાવાદનું મહત્તમ તાપમાન એક જ દિવસમાં વધીને 39.9 ડિગ્રી પર પહોંચી ગયુ હતું. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link