શિયાળા માટે પણ ચોંકાવનારી આગાહી, બંગાળની ખાડીનું તોફાન આખા ભારતમાં કાતિલ ઠંડી લાવશે
રાજધાની દિલ્હીમાં પણ સવાર-સાંજ ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે. તેના પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ટૂંક સમયમાં જ દિલ્હીમાં ઠંડી પડી શકે છે. જ્યારે મધ્યપ્રદેશ અને ગુજરાતમાં પણ તાપમાનમાં ઘટાડો થયો છે. આગામી સમયમાં રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં તાપમાનમાં વધુ ઘટાડો થઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઘણા રાજ્યોમાં તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે. ઉત્તર પ્રદેશ, હરિયાણા અને રાજસ્થાનમાં પણ હવામાન બદલાઈ રહ્યું છે. અહીં દિવસ દરમિયાન તાપમાન વધી રહ્યું છે અને રાત્રે ઠંડી પડી રહી છે. રાજધાની દિલ્હીના હવામાનની વાત કરીએ તો આજે હવામાન શુષ્ક રહેશે. આગામી 15 દિવસમાં અહીં વરસાદ નહીં પડે. જ્યારે નવેમ્બરના પહેલા અઠવાડિયાથી અહીં ઠંડી શરૂ થઈ શકે છે. દિલ્હી-NCR સહિત ઘણા રાજ્યોમાં હવામાનમાં બદલાવ જોવા મળી રહ્યો છે. પહાડોમાં હિમવર્ષાની અસર મેદાની વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હી-NCRમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. જો કે હજુ સુધી તીવ્ર ઠંડી નથી.
પહાડી વિસ્તારોમાં સિઝનની પ્રથમ હિમવર્ષા થઈ છે. જેના કારણે ઠંડા પવનોને કારણે ઘણા રાજ્યોનું હવામાન બદલાવા લાગ્યું છે. હવામાન વિભાગે સિમલાના પહાડી વિસ્તારોમાં 19 ઓક્ટોબરે ફરી હિમવર્ષા થવાની આગાહી કરી છે. આ સાથે લાહૌલ-સ્પીતિ અને કિન્નૌરમાં પીવાનું પાણી પણ થીજી જવા લાગ્યું છે. ઉત્તરાખંડમાં પણ ઠંડી વધવા લાગી છે. સાંજે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ દેહદાદુન અને તેની આસપાસના વિસ્તારોમાં દિવસ દરમિયાન હવામાન શુષ્ક રહેશે.
હવામાન વિભાગે જણાવ્યું કે મુંબઈની આસપાસના વિસ્તારમાં ઉત્તર-પૂર્વીય અરબી સમુદ્રમાં લો પ્રેશરનું ક્ષેત્ર બન્યું છે. તે જ સમયે, તમિલનાડુ અને આંદામાન નિકોબાર નજીક બે ખતરનાક ચક્રવાતી પરિભ્રમણ સર્જાઈ રહ્યું છે, જેના કારણે આગામી 2-3 દિવસમાં તમિલનાડુમાં ભારે વરસાદની સંભાવના છે. તે જ સમયે, હવામાન વિભાગે બંગાળની ખાડીમાં સાયક્લોનિક સરક્યુલેશનને જોતા તમિલનાડુમાં મૂશળધાર વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગે આ માટે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યું છે. સ્થાનિક સ્વયંસેવકોને પણ ત્યાં એલર્ટ કરવામાં આવ્યા છે.
આગાહીકારે આ વર્ષના શિયાળા માટે પણ ચોંકાવનારી આગાહી કરી છે. તેમણે કહ્યું કે, આ વખતે શિયાળો વહેલો શરૂ થશે. અલ નીનોની અસરના કારણે ભારત આસપાસનો દરિયો વધુ ઠંડો રહેશે. જેને કારણે 3 ડિસેમ્બરથી રાજ્યભરમાં ઠંડીનો કહેર વર્તાશે. 22 ડિસેમ્બરથી ઠંડીનો પ્રકોપ વધશે. આ વર્ષનો શિયાળો લાંબો પણ રહેશે
હવામાન વિભાગે પણ ચેતવ્યા છે કે, આ વર્ષે કડાકાની ઠંડી માટે પણ તૈયાર રહેજો. કારણ કે, આ વર્ષે ઠંડી તેના તમામ રેકોર્ડ તોડી દેશે તેવી હવામાન વિભાગ (India Meteorological Department) દ્વારા આગાહી કરવામાં આવી છે. દેશમાં ચોમાસું મોડું આવ્યું છે. પરંતુ હવે બરાબરનું જામ્યું છે. હજી પણ સપ્ટેમ્બર મહિનો ભારે જવાનો છે. આ વચ્ચે આગામી ઠંડીની સીઝનની ભવિષ્યવાણી થઈ ગઈ છે. લા નીનાની સૌથી મોટી અસર આગામી ઠંડીની સીઝન પર પડશે. વૈજ્ઞાનિકોએ અનુમાન લગાવ્યું કે, લા-નીનાથી બંગાળની ખાડીનું તોફાન ઉત્તર ભારતમાં ઠંડી વધારે દેશે.
ભારતીય હવામાન વિભાગ (IMD) ના ડાયરેક્ટર ડો.મૃત્યુંજય મહાપાત્રાએ આગાહી કરતા કહ્યું કે, એટલે કે લા- નીનાથી ચોમાસાને ખાસ અસર નથી થઈ, પરંતુ જો શિયાળા પહેલાં લા-નીના પરિસ્થિતિ ઊભી થઈ તો ડિસેમ્બરના મધ્યથી જાન્યુઆરી સુધી હાડ થીજવતી ઠંડી પડવાની છે. તેમણે કહ્યું કે, હાલ પશ્ચિમ પ્રશાંત મહાસાગરમાં સપાટીનું તાપમાન સરેરાશથી વધુ છે. પૂર્વમાં સરેરાશની નજીક કે નીચે છે. બંને છેડાના તાપમાન વચ્ચે અનસો ન્યૂટ્રલ (ન અલનીનો, ન લા-નીના) પરિસ્થિતિઓ બનેલી છે. લા-નીના પરિસ્થિતિ ચોમાસાના અંતિમ સપ્તાહ કે તે પછી જ વિકસિત થશે. લા-નીનાના સપ્ટેમ્બરથી નવેમ્બર દરમિયાન બનવાની 66 ટકા શક્યતા છે. શિયાળામાં નવેમ્બરથી જાન્યુઆરી, 25 સુધી ઉત્તર ગોળાર્ધમાં રહેવાની શક્યતા 75 ટકાથી પણ વધુ છે.