બંગાળની ખાડીએ તો ભારે કરી, ફરી ઉઠ્યું વાવાઝોડા જેવું મોટું તોફાન, છેક ગુજરાતને કરશે અસર

Tue, 24 Sep 2024-1:20 pm,

બંગાળની ખાડીમાં ઉભુ થયેલુ સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ ગુજરાત નજીક પહોંચતા જ ડિપ્રેશન સર્જાવાની સંભાવના છે. આ કારણે ગુજરાતમાં ફરી એકવાર વરસાદનું જોર વધશે. રાજસ્થાનમાં એક એન્ટી સાયક્લોન સક્રિય છે. આ બંગાળની ખાડીમાંથી આવનારી સિસ્ટમને આ એન્ટી સાયક્લોનનો પણ સામનો કરવો રહેશે. બંગાળની ખાડીની સિસ્ટમ મજબૂત હોવાથી એન્ટી સાયક્લોનનો સામનો કરી ગુજરાત સુધી પહોંચવાની શક્યતા છે. આગળ તે સિસ્ટમ ઉત્તર ગુજરાત કે કચ્છ સુધી પહોંચશે કે નહીં, તે હજુ કરી શકાય તેમ નથી.

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, આજથી 28 સપ્ટેમ્બર સુધી ગુજરાતના અનેક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. બંગાળની ખાડીમાં સાયક્લોન સર્ક્યુલેશન સક્રિય થયું છે. તેથી આ દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. તો સૌરાષ્ટ્રમાં પણ પડી શકે હળવાથી મધ્યમ વરસાદ આવી શકે છે. આગામી સાત દિવસ રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર એસકે દાસે આજે કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ તો કેટલાક જિલ્લાઓમાં યેલો અલર્ટ આપ્યું છે. તેમણે કહ્યું કે, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. નર્મદા, સુરત, તાપી, નવસારી અનર ડાંગમાં ભારે વરસાદ સાથે યેલો અલર્ટ છે. શીયર ઝોનના કારણે રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે. 26-27 અને 28 સપ્ટેમ્બરે અમદાવાદમાં ભારે વરસાદ સાથે યેલો અલર્ટ અપાયું છે. આવતીકાલે 25 સપ્ટેમ્બરે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, નર્મદા, સુરત અને, તાપીમાં યેલો અલર્ટ છે. નવસારી, ડાંગ, વલસાડ અને, દાદરા નગર હવેલીમાં આવતીકાલે ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. 26 સપ્ટેમ્બરે અમદાવાદ, બોટાદ, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ અને, નર્મદામાં યેલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે. તો અમરેલી, ભાવનગર, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.  

આગાહીકાર આંબલાલ પટેલની આગાહી કરતા જણાવ્યું કે, 10 ઓક્ટોબરે બંગાળાના ઉપસગારના વાવાઝોડાની શક્યતા છે. તો 16 નવેમ્બરથી બંગાળાના ઉપસાગરમા હળવું દબાણ ઉભું થતા 18 નવેમ્બરથી ડિસેમ્બર સુધી ભારે ચક્રવાત ઉભું થશે. ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું વિદાય લે તે અગાઉ ભારે વરસાદના વધુ એક રાઉન્ડની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા આગામી ૨૯-૨૭ સપ્ટેમ્બરના દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે, હાલની સ્થિતિ પ્રમાણે નવરાત્રિમાં વરસાદની સંભાવ સંભાવના નહિવત્ છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link