Sexual Abuse In UK Parliament: આ મંત્રીએ સંસદની અંદર મહિલા પર બળાત્કારની કોશિશ કરી, અત્યંત ચોંકાવનારો મામલો
યુનાઈટેડ કિંગડમના લંડન શહેરમાં એક મહિલાએ કન્ઝર્વેટિવ પાર્ટીની સરકારના મંત્રી ટોપ ટોરી પર આરોપ લગાવ્યો કે તેમણે સંસદની અંદર તેમના પર એટેક કર્યો અને પછી રેપ કરવાની કોશિશ કરી. મહિલાએ પોતાની જાતને છોડાવવાની ખુબ કોશિશ કરી પરંતુ તે સફળ થઈ શકી નહી. (સાંકેતિક તસવીર-સાભાર PEXELS)
પીડિત મહિલાના જણાવ્યાં મુજબ રેપની કોશિશ થયા બાદ જ્યારે તે મંત્રીની ફરિયાદ લઈને પોલીસ પાસે પહોંચી તો તેણે મામલાને સંવેદનશીલતાથી લીધો નહી. પીડિતાએ આરોપ લગાવ્યો કે પોલીસે કેસની તપાસ યોગ્ય રીતે કરી નહીં અને મામલાને ટાળી દીધો. આ કેસ હવે ફરીથી ચર્ચામાં છે. કારણ કે મહિલાએ મંત્રી વિરુદ્ધ ફરીથી એકવાર અવાજ ઉઠાવ્યો છે. પોલીસે જાન્યુઆરી 2021માં કેસની ફાઈલ બંધ કરી દીધી હતી. (સાંકેતિક તસવીર-સાભાર PEXELS)
નોંધનીય છે કે પીડિતા મંત્રી ટોપ ટોરીને તેમના ગુનાની સજા અપાવવા માટે સતત કોશિશ કરી રહી છે. મહિલાનું કહેવું છે કે આરોપી મંત્રીને જેલના સળિયા પાછળ ધકેલ્યા વગર છોડશે નહી. જો કે તેને ડરાવવામાં પણ આવી કે આમ કરવાથી તેના અને તેના પરિવારને જીવનું જોખમ થઈ શકે છે. (સાંકેતિક તસવીર- સાભાર રોયટર્સ)
પીડિતાએ આરોપ લગાવતા કહ્યું કે જ્યારે મંત્રી ટોપ ટોરીએ તેના પર હુમલો કર્યો ત્યારે તે ચોંકી ગઈ હતી. આ દરમિયાન પીડિતાના હાથ પર અનેક જગ્યાએ ઈજા થઈ. પીડિતાની માતાએ કહ્યું કે પોલીસ કેસ પાછો ખેંચવાનું કહે છે. મંત્રી વિરુદ્ધ કોઈ પુરાવા નથી મળ્યા. (સાંકેતિક તસવીર- સાભાર PEXELS)
મિરરના અહેવાલ મુજબ રેપની કોશિશનો જેના પર આરોપ છે તે મંત્રી ટોપ ટોરીએ કહ્યું કે તેમના વિરુદ્ધ લગાવવામાં આવેલા તમામ આરોપ ખોટા છે. તેમને ફસાવવા માટે આ એક ચાલ છે. આ બાજુ પીડિતાની સખીએ જણાવ્યું કે રેપની ઘટનાના એક દિવસ પહેલા તેની મિત્રને ધમકી મળી હતી. (સાંકેતિક તસવીર- રોયટર્સ)