Urfi Javed Look: આ વખતે ઘડિયાળનો સ્કર્ટ પહેરીને બહાર આવી ઉર્ફી જાવેદ, જોઈને માથું પકડી લેશો!
આ વખતે ઉર્ફી જાવેદે યુનીક સ્ટાઇલથી સ્કર્ટ બનાવ્યું છે. ઉર્ફીએ આ વખતે સ્કર્ટ બનાવવા માટે ઘડિયાળનો ઉપયોગ કર્યો છે. તમે પણ જુઓ તેની તસવીરો.
ઉર્ફીએ આ સ્કર્ટને બનાવવા માટે ઘણી ઘડિયાળનો ઉપયોગ કર્યો છે. ઉર્ફી વીડિયોમાં આ વિચિત્ર સ્કર્ટ પહેરીને જોવા મળી રહી છે.
ઉર્ફીનું આ સ્કર્ટ એટલું યૂનિક છે કે દરેક જગ્યાએ આ ઘડિયાળની ચર્ચા થઈ રહી છે. ઉર્ફી આ નવા સ્કર્ટમાં કેમેરા સામે આવી અને પોઝ આપ્યા હતા.
ઉર્ફી હંમેશા અલગ-અલગ ડ્રેસિંગ સેન્સથી લોકોના દિલની ધડકનો વધારે છે. તે ક્યારેક સીપની બ્રા પહેરીને પોતાના શરીરને ઢાંકે છે તો ક્યારેક અખબારથી પોતાના બોડીને કવર કરે છે.
ઉર્ફી અતરંગી કપડા પહેરીને કેમેરા સામે આવવા માટે જાણીતી છે. આ પહેલા પણ તે પોતાની વિચિત્ર સ્ટાઇલથી લોકોને ચોંકાવી ચુકી છે.