આ બોલિવૂડ સુંદરીઓ 1 પોસ્ટથી છાપે છે કરોડો રૂપિયા, ચોંકાવશે Priyanka Chopraની કમાણી

Mon, 06 Mar 2023-7:45 pm,

સૌથી પહેલા વાત કરીએ આલિયા ભટ્ટની જેના કરોડો ફેન્સ છે. ફિલ્મો અને એન્ડોર્સમેન્ટ સિવાય આલિયા ઈન્સ્ટાગ્રામ પરથી પણ ઘણી કમાણી કરે છે. આલિયાના ઇન્સ્ટાગ્રામ પર 75.6 મિલિયન ફોલોઅર્સ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેત્રી ઇન્સ્ટાગ્રામ પર દરેક પોસ્ટ માટે 1 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.  

હવે વાત કરીએ કેટરિના કૈફની જેની ઇન્સ્ટાગ્રામ પર 70.9 મિલિયન ફોલોઅર્સ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેટરિના તેની દરેક પોસ્ટ માટે લગભગ 1 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

બોલિવૂડની મસ્તાની દીપિકા પાદુકોણે બોલિવૂડની સાથે સાથે હોલીવુડમાં પણ પોતાનું કૌશલ્ય બતાવ્યું છે. ઈન્સ્ટાગ્રામ પર દીપિકાના 72.5 મિલિયન ફોલોઅર્સ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દીપિકા તેની દરેક પોસ્ટ માટે 1.5 કરોડ રૂપિયા લે છે.

આ યાદીમાં બેબો એટલે કે કરીના કપૂર ખાનનું નામ પણ સામેલ છે. કરીના પણ ઈન્સ્ટાગ્રામ પરથી ઘણી કમાણી કરે છે. ઈન્સ્ટાગ્રામ પર કરીનાના 10.1 મિલિયન ફોલોઅર્સ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે ઈન્સ્ટાગ્રામ પર દરેક પોસ્ટ માટે 1 થી 2 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

અંતમાં વાત કરીએ બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરાની, જેણે આખી દુનિયામાં પોતાની પ્રતિભા બતાવીને નામ કમાવ્યું છે. ગ્લોબલ સેલિબ્રિટી બની ચૂકેલી પ્રિયંકા ચોપરાના ઈન્સ્ટાગ્રામ પર 85.4 મિલિયન ફોલોઅર્સ છે. ઇન્સ્ટાગ્રામથી કમાણીના મામલામાં PC બોલિવૂડની તમામ સુંદરીઓથી આગળ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રિયંકા 1 પોસ્ટ માટે 3 કરોડ રૂપિયા લે છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link