25 ડિસેમ્બરે બનશે અત્યંત ભયાનક યોગ, પરંતુ આ 3 રાશિવાળાનું કશું નહીં ઉખાડી શકે, ખોબલે ખોબલે કરાવશે ધનલાભ!
વૈદિક પંચાંગ મુજબ જ્યારે જ્યારે બે ગ્રહ એક બીજાથી છઠ્ઠા અને આઠમા ભાવમાં હાજર રહે તો ષડાષ્ટક યોગનું નિર્માણ થાય છે. લગ્નથી કે કોઈ પણ ભાવથી જો છઠ્ઠો ભાવ હોય તો દુખ, રોગ, ઋણ, ચિંતા જેવા પરિણામોથી ભરેલા હોય છે. જ્યારે આઠમો ભાવ તે જાતકો માટે દુર્ભાગ્ય, નષ્ટતા, ભયંકર કષ્ટ સંકટ વગેરેના પરિણામ આપે છે. આવામાં જ્યારે બે ગ્રહ કુંડળીમાં આ ભાવોમાં આવશે તો પરિણામ નકારાત્મક મળશે. મંગળ અને સૂર્યની વાત કરીએ તો 25 ડિસેમ્બરે મંગળ અને સૂર્ય 150 ડિગ્રીમાં રહેશે જેનાથી ષડાષ્ટક યોગનું નિર્માણ થઈ રહ્યું છે. અત્રે જણાવવાનું કે સૂર્ય ધનુ રાશિ અને મંગળ કર્ક રાશિમાં બિરાજમાન હશે. જાણો ષડાષ્ટક યોગથી કોને થઈ શકે છે ફાયદો.
કુંભ રાશિના જાતકો માટે ષડાષ્ટક યોગ ખુબ લાભકારી સિદ્ધ થઈ શકે છે. આ રાશિના જાતકોના આત્મવિશ્વાસ, સાહસમાં વધારો થઈ શકે છે. આ સાથે જ તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતનું તમને ફળ મળી શકે છે. લાંબા સમયથી અટકેલા કામો પૂરા થઈ શકે છે. જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ, પડકારોનો અંત આવી શકે છે. જીવનમાં સુખ શાંતિ રહેશે અને પરિવાર સાથે સારો સમય પસાર થશે. વેપારમાં પણ તમને સફળતા મળી શકે છે. આ ઉપરાંત બિઝનેસને લઈને કોઈ મોટો નિર્ણય લઈ શકો છો. ખુબ લાભના યોગ બની રહ્યા છે. નોકરીયાતો માટે પણ આ સમયગાળો ખુબ લાભકારી સિદ્ધ થઈ શકે છે. આ રાશિના જાતકોને નવી નોકરીની અનેક તકો મળી શકે છે. તમારા કામની પ્રશંસા થઈ શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે. પાર્ટનર સાથે સારો સમય વીતશે.
કર્ક રાશિના જાતકો માટે ષડાષ્ટક યોગ ખુશીઓ લઈને આવશે. આ રાશિના જાતકોને તેમના કામનું પૂરેપૂરું ફળ મળી શકે છે. કાર્યસ્થળ પર તમારા દ્વારા સમજી વિચારીને કરાયેલા કામો અને નિર્ણયો તમારા માટે ફાયદાકારક રહી શકે છે. જે જાતકો નવી નોરકીની શોધ કરી રહ્યા હોય તેમને સફળતા મળી શકે છે. નવા વેપારમાં તમે પ્રવેશ કરી શકો છો. તેનાથી તમને ખુબ લાભ થઈ શકે છે. આર્થિક સ્થિતિ સારી રહેશે. ટ્રેડના માધ્યમથી સારો એવો પૈસો કમાઈ શકો છો. સ્વાસ્થ્ય અંગે થોડા સજાગ રહેવું પડશે.
ધનુ રાશિના જાતકો પર મંગળની સાથે સાથે સૂર્યની પણ કૃપા થઈ શકે છે. આ રાશિના જાતકોના જીવનમાં ચાલી રહેલા સમસ્યાઓનો અંત આવી શકે છે. આ સાથે જ અપ્રત્યાશિત રીતે ખુબ લાભ થઈ શકે છે. વેપારમાં ખુબ લાભ મળશે. આર્થિક સ્થિતિ સારી રહેશે. પરંતુ ફાલતું ખર્ચાથી બચવું. આંખ સંલગ્ન સમસ્યાઓ ઠીક થઈ શકે છે.
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.