Photos Viral: કોણ છે શાહિદ કપૂરની `ફેક` ગર્લફ્રેન્ડ? તેનો સેક્સી લૂક જોઈ ઈન્ટરનેટ પર વધી ગરમી!
એમેઝોન પ્રાઇમ વિડિયો પર તાજેતરમાં રિલીઝ થયેલી વેબ સીરિઝ 'ફરઝી'માં શાહિદ કપૂરની ગર્લફ્રેન્ડ અનન્યાનું પાત્ર ભજવનાર કાવ્યા થાપરના લુક્સે લોકોને પોતાની તરફ ખેંચ્યા છે.
તમિલ અને તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નામ કમાયા બાદ કાવ્યા થાપરે હિન્દી સિનેમા જગતમાં એન્ટ્રી કરી છે. કાવ્યાએ વર્ષ 2018માં સાઉથની ફિલ્મ Ee Maya Peremito થી ડેબ્યુ કર્યું હતું.
કાવ્યા થાપરે બોમ્બે સ્કોટિશ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. કરિયર પર નજર કરીએ તો કાવ્યાએ અત્યાર સુધી ઘણી બ્રાન્ડ્સને એન્ડોર્સ કરી છે.
કાવ્યા થાપરે 'મિની કથા', 'મિડલ ક્લાસ લવ', 'માર્કેટ રાજા' અને હવે શાહિદ કપૂરની ફરઝી જેવી ફિલ્મો અને વેબ સિરીઝમાં કામ કર્યું છે.
કાવ્યા થાપર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. કાવ્યા દરરોજ તેના ચાહકો માટે બોલ્ડનેસથી ભરેલા ફોટા શેર કરતી રહે છે, અભિનેત્રીના ચાહકો પણ તેને નિરાશ કરતા નથી અને ઉગ્ર ટિપ્પણી કરે છે.