ટીમને મળી પહેલી જીતને શાહરૂખ-સુહાનાએ આ રીતે કરી સેલિબ્રેટ

Mon, 09 Apr 2018-10:54 am,

આ મેચમાં શાહરૂખ ખાનની સાથે તેમની પુત્રી સુહાના અને પુત્ર અબરામ પણ હતો. ટીમનો ઉત્સાહ વધારવા માટે શાહરૂખ ખાન મિત્ર સંજય કપૂર, અને તેમની પુત્રી સનાયા પણ હાજર હતા. 

શાહરૂખ ખાનની સાથે સાથે ટીમના બીજા જય મહેતા પણ જોવા મળ્યા. આ દરમિયાન તે શાહરૂખાનના પુત્ર અબરામ સાથે મસ્તી કરતાં નજરે પડ્યા.

શાહરૂખ ખાનની સાથે તેમની પુત્રી સુહાના ખાન પણ મેચ જોવા પહોંચી. તે મેચ શરૂ થાય તેના એક કલાક પહેલાં પહોંચી ગયા હતા. 

મેચ બાદ પોતાની ટીમને મળેલી જીતને જોરદાર સેલિબ્રેટ કરી. શાહરૂખ ખાને પોતાની પુત્રીની સાથે મેદાનના ચક્કર માર્યા અને દર્શકોનો આભાર વ્યક્ત કર્યો. 

આ દરમિયાન શાહરૂખ ખાને દર્શકોને પોતાના સિગ્નેચર મૂવ પણ બતાવ્યા. કોલકત્તા ટીમની આગામી મેચ હવે 10 એપ્રિલના રોજ ચેન્નઇની ટીમ સામે યોજાશે. 

ગ્રાઉંડમાં ચક્કર લગાવતી વખતે શાહરૂખ ખાનની સાથે પુત્રી સુહાના અને સંજય કપૂરની પુત્રી સનાયા કપૂર પણ હાજર હતી. 

શાહરૂખ ખાનની ટીમને લોકપ્રિયતા મામલે વિરોધ ટીમ સામે આકરી ટક્કર મળી, કારણ કે સ્ટેડિયમમાં હાજર અડધા લોકો તે સમયે આરસીબીનો ઉત્સાહ વધારી રહ્યાં હતા, જ્યારે વિરાટ કોહલી અને એબી ડિવિલિયર્સ બેટીંગ કરી રહ્યા હતા. 

આઇપીએલમાં કાર્તિક પહેલી વાર કેપ્ટનશિપ કરી રહ્યાં છે. તેમને કોલકત્તા ટીમની જવાબદારી મળી. પહેલી મેચમાં તેમને વિરાટની ટીમને 4 વિકેટથી માત આપી. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link