શાહખાનની મજાકના લીધે કાજોલે ગુમાવી હતી આ ફિલ્મ, જાણો કાજોલના નુકસાનની કહાની!

Mon, 02 Nov 2020-1:08 pm,

બોલીવુડમાં જ્યારે ફિલ્મી પડદાની એવરગ્રીન સુપરહિટ જોડીની વાત આવે ત્યારે શાહરૂખ ખાન અને કાજોલનું નામ સૌથી મોખરે આવે છે. ઓનસ્ક્રીન દર્શકોને મનોરંજન આપનાર શાહરૂખ અને કાજોલની દોસ્તી પણ એટલી જ દમદાર રહી છે. અને દોસ્તી હોય ત્યાં  મજાક મસ્તી પણ હોય. ત્યારે આવા મજાક મસ્તીના કિસ્સાઓમાં એક એવી વાત જેમાં કાજોલને નુકસાન વેઠવું પડ્યું હતું. 

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શાહરૂખ ખાન તેના નજીકના મિત્રો અને ફિલ્મના સેટ પર મજાક કરતો હોય છે...તે અવાજ બદલીને અન્ય કલાકારને ફોન કરી મજાક કરતા હોય છે. પહેલા મોબાઈલ ફોન હતા નહીં જેથી સામે વાળી વ્યક્તિને ખબર નહોતી પડતી કે ફોન કોણે કર્યો છે. શાહરૂખ ખાન ક્યારેક અજય દેવગણનો અવાજ કાઢી કાજોલને ફોન કરતો હતો. પછી કાજોલ પણ સમજી ગઈ હતી કે શાહરૂખ ખાન મજાક કરતો હોય છે.

વર્ષ 1998માં મણિરત્નમની દિલ સે ફિલ્મ રિલીઝ થઈ હતી, ફિલ્મ સુપરહિટ થઈ અને દર્શકોથી લઇ વિવેચકોએ પણ ફિલ્મ વખાણી હતી. શરૂઆતમાં મનીષા કોઇલારા ડિરેક્ટર મણિરત્નમની પહેલી પસંદગી નહોંતી. મણિરત્નમ  ફિલ્મમાં કાજોલને લેવા માંગતા હતા. મણિરત્નમ એ દિલ સે માટે કાજોલને ફોન પણ કર્યો હતો. કાજોલને જ્યારે મણિરત્નમનો ફોન આવે છે તે પહેલા શાહરૂખ ખાને અન્યના અવાજે તેની સાથે ફોન પર વાત કરી મસ્તી કરી હતી. હવે મણિરત્નમ અને કાજોલની ફોન પર વાતચીત થાય છે.

મણિરત્નમ: હે, કાજોલ હું મણિરત્નમ બોલું છું... કાજોલ: ઑય, શાહરૂખ તું બોલે છે....મને ખબર છે તું મજાક કરે છે.  કાજોલ ફોન મૂકી દે છે, મણિરત્નમ ફરી કાજોલને ફોન કરે છે.  મણિરત્નમ: કાજોલ, હું સાચે મણિરત્નમ બોલું છું. કાજોલ : હું હવે તારો અવાજ ઓળખી ગઈ છું, દર વખતે તારો આ મજાક નહીં ચાલે...હું શૂટિંગમાં છું ડિસ્ટર્બ ના કર.

શાહરૂખ: ઓય, મૂર્ખ, સાચે મણિરત્નમ એ ફોન કર્યો હતો. કાજોલ : મને શું ખબર...કોઈએ મને કીધું હતું કે મણિરત્નમ મને ફોન કરવાના છે. કહેવાય છે આ ઘટના પછી મણિરત્નમ કાજોલથી નારાજ થયા હતા, ત્યારબાદ ફિલ્મમાં કાજોલના બદલે મનીષા કોઇરાલાને લેવામાં આવી હતી. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link