Honey Singh ના પિતાએ પુત્રવધુ સાથે `ગંદી હરકત` કરી હતી? શાલિની કપડાં બદલી રહી હતી ત્યારે રૂમમાં ઘૂસ્યા હતા?

Thu, 05 Aug 2021-9:33 pm,

હની સિંહની પત્ની શાલિનીએ  કોર્ટમાં અપીલ કરી છે કે તેઓ હની સિંહને દર મહિને તેને પાંચ લાખ રૂપિયા આપવાનો આદેશ આપે જેથી કરીને તે દિલ્હીમાં એક ફૂલ્લી ફર્નિશ્ડ ઘરમાં આરામથી રહી શકે અને તેણે પોતાની વિધવા માતા પર નિર્ભર રહેવું પડે નહીં. 

પોતાની અરજીમાં શાલિનીએ જણાવ્યું કે કઈ રીતે છેલ્લા 10 વર્ષથી હની સિંહ તેને શારીરિક રીતે સતામણી કરતો હતો. તેણે કહ્યું કે કઈ રીતે છેલ્લા કેટલાક વર્ષોથી તેના પર અત્યાચાર થઈ રહ્યા છે તેના તેની પાસે પુરાવા છે. 

શાલિનીએ ફક્ત હની સિંહ જ નહીં પરંતુ તેના પિતા ઉપર પણ ગંભીર આરોપ લગાવ્યા છે. શાલિનીએ કહ્યું કે એકવાર તેના સસરા નશાની હાલતમાં તેના રૂમમાં ઘૂસી ગયા હતા. શાલિનીએ જણાવ્યું કે ત્યારે તે કપડાં બદલતી હતી અને તેના સસરાએ તેની છાતી પર હાથ ફેરવ્યો. 

શાલિનીએ પતિ હની સિંહ પર દગાનો પણ આરોપ લગાવ્યો છે. તેણે અરજીમાં કહ્યું કે હની સિંહ અનેક મહિલાઓ સાથે કેઝ્યુઅલ સેક્સ કરતો હતો અને પોતાની વેડિંગ રિંગ પણ પહેરતો નહતો. એટલું જ નહીં જ્યારે શાલિની તેમના લગ્નની તસવીરો ઓનલાઈન શેર કરતી તો હની સિંહ તેને ખુબ નિર્દયતાથી મારતો હતો. 

અત્રે જણાવવાનું કે હની સિંહ અને શાલિની તલવારના લવ મેરેજ થયા હતા. લાંબા સમય સુધી રિલેશનશીપમાં રહ્યા બાદ 23 જાન્યુઆરી 2011માં બંને લગ્નના તાંતણે બંધાયા હતા. પરંતુ કોણે વિચાર્યું હતું કે તેમની વચ્ચે ચાલી રહેલા આ ખુબસુરત સંબંધનો આ રીતે અંત આવશે. 

હની સિંહ હવે આ મામલે મોટી મુશ્કેલીમાં મૂકાતો જોવા મળી રહ્યો છે. માત્ર કરિયરની રીતે જ નહીં પરંતુ તેની જે આટલા વર્ષોથી ઈમેજ બની હતી તે પણ ખરડાવવાની ભીતિ છે. હવે આ મામલે કોર્ટ શું ચુકાદો આપે છે તેનો ફેન્સને ઈન્તેજાર રહેશે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link