100 વર્ષ બાદ શુક્ર-શનિએ બનાવ્યો શક્તિશાળી રાજયોગ, 3 રાશિવાળા માટે ઈચ્છાપૂર્તિનો સમય, ધન-સંપત્તિમાં બંપર વધારાનો યોગ!
વૈદિક જ્યોતિષ મુજબ ગ્રહો એક નિશ્ચિત સમયગાળા પછી રાશિ પરિવર્તન કરીને શુભ અને અશુભ યોગનું નિર્માણ કરે છે. જેની અસર તમામ 12 રાશિના જાતકો પર પડે છે. અત્રે જણાવવાનું કે 100 વર્ષ બાદ શુક્ર અને શનિએ નવપંચમ રાજયોગ બનાવ્યો છે. જેનો પ્રભાવ તમામ રાશિના જાતકો પર જોવા મળશે. પરંતુ 3 લકી રાશિઓ એવી છે જેમનું ભાગ્ય પલટી શકે છે. આ સાથે જ ધનલાભ અને પ્રગતિના યોગ બની રહ્યા છે. જાણો તે લકી રાશિઓ વિશે...
તુલા રાશિવાળા માટે નવપંચમ રાજયોગ લાભકારી સિદ્ધ થઈ શકે છે. કારણ કે શુક્ર ગ્રહ પોતાની સ્વરાશિ તુલામાં બેસીને માલવ્ય રાજયોગ પણ બનાવી રહ્યો છે. આથી આ સમય દરમિયાન તમને માન સન્માન, વૈભવ અને યશ મળશે. આ સાથે શુક્ર ગ્રહ પોતાની ગોચર કુંડળીના પંચમ ભાવ પર બિરાજમાન છે. આથી આ દરમિયાન તમને પ્રેમ સંબંધમાં પણ સફળતા મળી શકે છે. આકસ્મિક ધનલાભ થઈ શકે છે. ફસાયેલું ધન પાછું મળી શકે છે. નોકરીયાતોને કાર્યસ્થળ પર નવી જવાબદારી મળી શકે છે. જો તમારું કામકાજ પેટ્રોલ, ખનિજ, ઓઈલ, લોઢા વગેરે સાથે સંબંધિત હોય તો તમને સારો એવો ધનલાભ મળી શકે છે. જે લોકોની કરિયર હોટલ લાઈન, મોડલિંગ, ફિલ્મ લાઈન અને કળા ક્ષેત્ર સાથે જોડાયેલું છે તેમને વિશેષ લાભ થઈ શકે છે.
નવપંચમ રાજયોગ મકર રાશિના જાતકો માટે અનુકૂળ સિદ્ધ થઈ શકે છે. કારણ કે નવપંચમ રાજયોગ તમારી ગોચર કુંડળીના પૈસા અને કરિયરના ભાવ પર બની રહ્યો છે. આથી આ દરમિયાન તમને આકસ્મિક ધનલાભ થઈ શકે છે. કરિયરમાં પ્રગતિ થઈ શકે છે. સટ્ટો, લોટરી અને શેરમાં લાભ થઈ શકે છે. દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. કાર્યસ્થળ પર કોઈ નવી જવાબદારી મળી શકે છે. તમારી ઈચ્છા પૂર્તિનો સમય છે.
કુંભ રાશિવાળા માટે નવપંચમ રાજયોગનું બનવું શુભ અને ફળદાયી રહેશે. કારણ કે શનિદેવ તમારી રાશિમાં સ્થિત છે. આ સાથે જ શુક્ર ગ્રહ તમારા ભાગ્ય સ્થાન પર બિરાજમાન છે. આ દરમિયાન તમારી સુખ સુવિધાઓમાં વધારો થશે. તમે વાહન કે પ્રોપર્ટી ખરીદી શકો છો. તમને ભાગ્યનો સાથ મળશે. તમે ધાર્મિક અને માંગલિક કાર્યોમાં સામેલ થઈ શકો છો. આ દરમિયાન તમને દેશ વિદેશની મુસાફરી કરી શકો છો.
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.