પિતા-પુત્ર વચ્ચે છે 36નો આંકડો, છતાં સૂર્ય અને શનિ 2025માં આ 3 રાશિવાળાને અઢળક ધનલાભ કરાવશે! પદ-પ્રતિષ્ઠા વધશે

Thu, 21 Nov 2024-10:17 am,

જ્યોતિષ શાસ્ત્ર મુજબ વર્ષ 2025ની શરૂઆતમાં સૂર્ય ગ્રહની શનિ દેવ સાથે યુતિ બનશે. આ બંને ગ્રહોની યુતિ કુંભ રાશિમાં બનશે. જેની અસર તમામ રાશિઓ પર જોવા મળશે. જ્યોતિષ મુજબ આ બંને ગ્રહો વચ્ચે શત્રુતાનો ભાવ છે. શનિદેવના જન્મને લઈને અનેક માન્યતાઓ છે. એવું કહેવાય છે કે સૂર્યપુત્ર શનિદેવ અને તેમના પિતા સૂર્યદેવ વચ્ચે ક્યારેય મિત્રતાનો ભાવ રહ્યો નથી. પિતા પુત્ર તરીકે તેમના સંબંધમાં કડવાહટ રહેલી છે. જો કે કેટલીક રાશિઓને આમ છતાં આ બે ગ્રહોની યુતિ થવાથી લાભ થઈ શકે છે. આ રાશિવાળાને આકસ્મિક ધનલાભ અને પ્રગતિના યોગ છે. જાણો તે લકી રાશિઓ વિશે...  

સિંહ  રાશિવાળા માટે શનિ અને સૂર્યની યુતિ લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે શનિદેવે તમારી રાશિથી સપ્તમ ભાવ પર ગોચર કરીને શશ રાજયોગ બનાવેલો છે. આ સાથે જ સૂર્યદેવ તમારી રાશિના સ્વામી છે. આથી આ દરમિયાન તમને કામકાજમાં સારી એવી પ્રગતિ થઈ શકે છે. તમારી દૈનિક આવકમાં પણ વધારો થશે. આવકના નવા સ્ત્રોત ઊભા થશે. કામકાજ અર્થે મુસાફરી થશે જે લાભ કરાવશે વેપાર ક્ષેત્રે નવી તકો સર્જાશે. આર્થિક સ્થિતિ ખુબ મજબૂત થઈ શકે છે. પરિણીત લોકોનું લગ્નજીવન શાનદાર રહેશે. જીવનસાથીનો સહયોગ મળશે. અપરિણીત લોકોને વિવાહનો પ્રસ્તાવ આવી શકે છે. 

શનિ અને સૂર્યનો સંયોગ મેષ રાશિવાળા માટે અનુકૂળ સિદ્ધ થઈ શકે છે. કારણ કે આ સંયોગ તમારી રાશિથી આવક અને લાભના સ્થાને બની રહ્યો છે. આથી આ દરમિયાન તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે. આવકના નવા સ્ત્રોત ઊભા થઈ શકે છે. રોકાણ લાભકારી રહેશે અને સારું રિટર્ન મળવાની આશા છે. નોકરીમાં પ્રમોશનના યોગ છે. જે લોકો એક્સપોર્ટ અને ઈમ્પોર્ટનો બિઝનેસ કરે છે તેમને લાભ થઈ શકે છે. શેર બજાર, સટ્ટા અને લોટરીમાં લાભ થઈ શકે છે. 

વૃષભ રાશિવાળા માટે શનિ અને સૂર્યનો સંયોગ શુભ સિદ્ધ થઈ શકે છે. કારણ કે આ સંયોગ તમારી રાશિથી કરિયર અને કારોબારના સ્થાન પર બનવા જઈ રહ્યો છે. આ દરમિયાન તમને કામકાજમાં પ્રગતિ થઈ શકે છે. નોકરીમાં ઈન્ક્રીમેન્ટની સાથે પ્રમોશનના યોગ છે. બોસ અને અધિકારીઓ તમારાથી પ્રસન્ન રહેશે. કાર્યક્ષેત્રે સન્માન મળશે. આ દરમિયાન વેપારીઓને સારો એવો ધનલાભ થઈ શકે છે. વેપારનો વિસ્તાર થઈ શકે છે. આ સમયગાળામાં બેરોજગારોને નોકરી મળી શકે છે. 

Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link