ફેબ્રુઆરીમાં આ 3 રાશિવાળાનો ગોલ્ડન પીરિયડ શરૂ થશે, શનિ અસ્ત થઈ તમારો બેડો પાર કરશે, ધન-સંપત્તિમાં જોરદાર ઉછાળો આવશે!
)
વૈદિક જ્યોતિષ મુજબ શનિદેવ વર્ષ 2025માં ત્રણ વખત પોતાની ચાલ બદલશે. ફેબ્રુઆરી મહિનામાં શનિદેવ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં અસ્ત થવા જઈ રહ્યા છે. શનિદેવ 30 વર્ષ બાદ કુંભ રાશિમાં અસ્ત થશે, જેની અસર તમામ રાશિના જાતકો પર જોવા મળશે. પરંતુ 3 રાશિઓ એવી છે જેમનું હાલ ભાગ્ય પલટાઈ શકે છે. કરિયર અને કારોબારમાં પ્રગતિ થઈ શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે.
)
શનિદેવનું અસ્ત થવું એ મેષ રાશિવાળા માટે શુભ ફળદાયી સાબિત થઈ શકે છે. કારણ કે શનિદેવ તમારી રાશિથી આવક અને લાભના સ્થાને અસ્ત થવા જઈ રહ્યા છે. આથી આ સમય દરમિયાન તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે. આવકના નવા નવા સ્ત્રોત ઊભા થઈ શકે છે. આવકના વધારાના સ્ત્રોત વિક્સિત થશે. શેર બજાર કે રિયલ એસ્ટેટ રોકાણમાં લાભ થઈ શકે છે. ખર્ચ કાબૂમાં રહેશે. તમારી બચતમાં વધારો થશે. આ સમય દરમિયાન તમને સંતાન સંબંધિત કોઈ શુભ સમાચાર મળી શકે છે.
)
કર્ક રાશિવાળા માટે શનિદેવનું અસ્ત થવું લાભકારી સિદ્ધ થઈ શકે છે. કારણ કે તમારા પર શનિદેવની ઢૈય્યા ચાલે છે. આથી આ સમય દરમિયાન તમને માનસિક શાંતિ મળશે. કાર્યસ્થળ પર તમારી મહેનત અને પ્રતિભાને બિરદાવવામાં આવશે. પ્રમોશન અને નવી જવાબદારીઓના યોગ છે. નોકરીયાત લોકો નવી તકોની શોધ કરી શકે છે. જે લાભકારી સિદ્ધ થશે. દેશ વિદેશની મુસાફરી કરી શકો છો. આ સમય દરમિયાન તમને સારો એવો ધનલાભ થઈ શકે છે. બેરોજગારોને નવી નોકરીની ઓફર મળી શકે છે.
શનિદેવનું અસ્ત થવું એ મીન રાશિના જાતકો માટે પણ ફાયદાકારક સિદ્ધ થઈ શકે છે. કારણ કે તમારા પર શનિની સાડાસાતીનો પ્રભાવ છે. આથી શનિદેવના અસ્ત થવાથી તમને ભાગ્યનો સાથ મળશે. તણાવથી છૂટકારો મળશે. જરૂરી કાર્યો પાર પડશે. સમય સાથે સ્વાસ્થ્ય સુધરશે. જે લોકોને ગંભીર બીમારી હશે તેમને રાહત મળી શકશે. મન પ્રસન્ન રહેશે. પાર્ટનરનો સાથ મળશે. આ સમય દરમિયાન તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે. આવકના નવા નવા સ્ત્રોત દ્વારા તમે ધન કમાઈ શકો છો. આવક વધશે અને નવી સંપત્તિ ખરીદી શકો છો. કૌટુંબિક જીવનમાં સુખ શાંતિ રહેશે. ઘરમાં વડીલોનો સાથ મળશે.
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.