500 વર્ષ બાદ દીવાળી પર દુર્લભ સંયોગ, ગુરુ-શનિ પલટી નાખશે બગડેલી બાજી, આ 3 રાશિવાળાને થશે છપ્પરફાડ ધનલાભ!
વૈદિક પંચાંગ મુજબ આ વર્ષે દીવાળીનો ઉત્સવ 31 ડિસેમ્બરે ઉજવાશે. અત્રે જણાવવાનું કે આ દિવસે 500 વર્ષ બાદ શનિદેવ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં વક્રી હશે. આ ઉપરાંત દેવતાઓના ગુરુ બૃહસ્પતિ વૃષભ રાશિમાં ઉલ્ટી ચાલ ચલશે. આવામાં શનિ અને ગુરુ બૃહસ્પતિની ઉલટી ચાલથી કેટલાક રાશિવાળાની દીવાળી આ વખતે શાનદાર રહેશે. આ લોકોને આકસ્મિક ધનલાભ અને ભાગ્યોદયના યોગ બની રહ્યા છે. જાણો આ લકી રાશિઓ વિશે...
કુંભ રાશિના જાતકો માટે શનિ અને ગુરુની ચાલમાં ફેરફાર લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે શનિદેવ તમારી રાશિથી લગ્ન ભાવ પર વક્રી થયા છે. આ સાથે જ ગુરુ ગ્રહ તમારી રાશિથી ચતુર્થ સ્થાન પર વક્રી થયા છે. આથી આ દરમિયાન તમારા આત્મવિશ્વાસમાં પણ વધારો થશે. આ સમયમાં તમારી નવા નવા લોકો સાથે ઓળખાણ થશે. જેનો ભવિષ્યમાં લાભ થશે. આ સમય દરમિયાન તમારી સુખ સુવિધાઓમાં વધારો થશે. વાહન અને પ્રોપર્ટીનું સુખ મળશે. જે લોકોનું કામકાજ રિયલ એસ્ટેટ, પ્રોપર્ટી, જમીન સંપત્તિ સાથે જોડાયેલું છે તેમને વિશેષ લાભ થઈ શકે છે.
શનિ અને ગુરુની વક્રી ચાલ વૃષભ રાશિવાળા માટે અનુકૂળ સિદ્ધ થઈ શકે છે. કારણ કે ગુરુ ગ્રહ તમારી રાશિથી લગ્ન ભાવ પર વક્રી થયા છે. આ સાથે જ શનિદેવ તમારી રાશિથી કર્મ ભાવ પર વક્રી ચાલ ચલશે. આથી આ દરમિયાન તમને કામકાજમાં પ્રગતિ થઈ શકે છે. આ સાથે જ આ સમયમાં તમારી કામ કરવાની શૈલીમાં નિખાર આવશે. નોકરીયાતોને કાર્યસ્થળે જૂનિયર અને સીનિયરનો સાથ મળી શકે છે. નવી જવાબદારી મળી શકે છે. પરિણીત લોકોનું લગ્ન જીવન ખુશનુમા રહેશે. આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે.
દીવાળી પર ગુરુ અને શનિદેવની વક્રી ચાલ મેષ રાશિના જાતકોને શુભ ફળદાયી સિદ્ધ થઈ શકે છે. કારણ કે શનિદેવ તમારી રાશિથી આવક અને લાભના સ્થાન પર વક્રી થશે. આ સાથે જ ગુરુ ગ્રહ તમારી રાશિથી ધન અને વાણી સ્થાન પર વક્રી ચાલ ચલશે. આથી આ દરમિયાન તમારી વાણીનો પ્રભાવ વધશે. જેનાથી લોકો ઈમ્પ્રેસ થશે. આકસ્મિક ધનલાભ થઈ શકે છે. આવકના નવા નવા સ્ત્રોત બની શકે છે. આવકમાં વધારો થઈ શકે છે. આ દરમિયાન તમને રોકાણથી લાભ થશે. શેર બજાર, સટ્ટો અને લોટરીમાં લાભના યોગ છે.
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.