Shani Uday 2024: ત્રણ દિવસ બાદ રાજા સમાન જીવન જીવશે આ જાતકો, શનિ ઉદય થઈને ચમકાવશે ભાગ્ય
જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને મહત્પૂર્ણ દરજ્જો પ્રાપ્ત છે. કર્મો અનુસાર ફળ આપવાને કારણે શનિને કર્મફળ દાતા પણ કહેવામાં આવે છે. શનિ દેવ અત્યારે કુંભ રાશિમાં અસ્ત અવસ્થામાં છે અને જલ્દી તે આ રાશિમાં ઉદિત થવાના છે. શનિ મહારાજ 18 માર્ચ 2024ના કુંભ રાશિમાં ઉદય થશે. શનિના ઉદય થવાથી કેટલાક જાતકોની મુશ્કેલીનો અંત આવશે. આ જાતકોને શનિદેવ સફળતા અપાવશે.
શનિ દેવ મેષ રાશિના જાતકોના અગિયારમાં ભાવમાં ઉદય થવાના છે. જેનાથી તમને કાર્યક્ષેત્રમાં ખુબ સફળતા મળશે. નવા લોકોની સાથે સંપર્ક સ્થાપિત થશે. કાર્યક્ષેત્રમાં તમારી ખુબ પ્રગતિ થશે. ઉદય થઈ શનિ દેવ તમારી દરેક ઈચ્છા પૂરી કરશે. આ સમયમાં તમે મહેનતી, અનુશાસિત અને વ્યવસ્થિત થશો. શનિની કૃપાથી મેષ રાશિના જાતકો કરિયરના ક્ષેત્રમાં આગળ વધશે. આ દરમિયાન અચાનક ધનલાભ થઈ શકે છે. તમારા પગારમાં પણ વધારો થવાનો યોગ છે. જો તમે બિઝનેસ કરો છો તો તમને સારો નફો મળશે
ઉદય થયા બાદ શનિ દેવ વૃષભ રાશિના જાતકોને ખુબ લાભ પહોંચાડશે. આ તમારા માટે લાભકારી ગ્રહ માનવામાં આવે છે. શનિનું ઉદય થવું તમારા કરિયર માટે સારૂ રહેશે. તમને નવી તક મળશે. તમે કાર્યક્ષેત્રમાં ખુબ પ્રગતિ કરશો. શનિ દેવ તમને તમારી મહેનતનું ફળ અપાવશે. આ રાશિના જાતકોને પ્રમોશન મળી શકે છે.
મિથુન રાશિના જાતકોની કુંડળીમાં શનિ દેવ આઠમાં અને નવમાં ભાવનો સ્વામી છે. શનિના ઉદય થવાથી તમને લાભ થશે. મિથુન રાશિના જાતકો આ સમયમાં ખુબ સફળતા હાસિલ કરશે. તમને દરેક ક્ષેત્રમાં લાભ થશે. શનજિના ઉદય થવાથી આ સમય તમારા માટે અનુકૂળ રહેવાનો છે. તમારી મુશ્કેલી દૂર થશે. તમે આ સમયમાં યાત્રા કરી શકો છો, જેનાથી લાભ થશે. આ સાથે વિદેશ જવાનો યોગ પણ બની રહ્યો છે.
કન્યા રાશિના જાતકો માટે શનિ મહારાજ પાંચમાં અને છઠ્ઠા ભાવના સ્વામી છે. સરકાર કે કાયદાકીય ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આ સમય શાનદાર રહેવાનો છે. જો તમારો કોઈ કેસ ચાલી રહ્યો છે તો પરિણામ તમારા પક્ષમાં આવી શકે છે. કન્યા રાશિના જાતકોને વિદેશથી નોકરીની ઓફર આવી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને સફળતા મળશે.