Shani Dev: શનિ દેવનો 2025માં ચાલશે દંડો, આ રાશિના જાતકો પર રહેશે વિશેષ નજર
Rashifal 2025: શનિ દેવ (Shani Dev) નો વર્ષ 2025માં ડંડો ચાલવાનો છે. જે લોકો શનિદેવને હળવાશથી લે છે તે સાવધાન થઈ જાય. નવા વર્ષમાં શનિ કોઈને પણ માફ કરવાના મૂડમાં જોવા મળી રહ્યાં નથી. શનિના પ્રકોપથી બચવા માટે અત્યારથી ઉપાય શરૂ કરી દેવા જોઈએ અને જે કામોથી શનિ સૌથી વધુ નારાજ થાય છે તે કામોને તત્કાલ બંધ કરી દેવા જોઈએ.
શનિ દેવ લાંબા સમય બાદ 2025માં રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યાં છે. વૈદિક પંચાગ અનુસાર 24 માર્ચ 2025ના શનિ કુંભ રાશિ છોડી દેવ ગુરૂ બૃહસ્પતિની રાશિ મીનમાં ગોચર કરશે. શનિ દેવ અહીં 2027 સુધી બિરાજમાન રહેશે. એટલે કે શનિ લાંબા સમય સુધી મીન રાશિમાં રહેશે. વર્ષ 2025માં શનિ ત્રણવાર નક્ષત્ર પરિવર્તન કરશે. શનિને જ્યોતિષમાં એક ક્રૂર અને કઠોર ગ્રહ માનવામાં આવે છે, આ કારણ છે કે લોકો શનિ દેવના નામથી ડરવા લાગે છે. જાણો વર્ષ 2025માં કઈ રાશિઓએ શનિ દેવથી સાવધાન રહેવું પડશે.
શનિ દેવ નવા વર્ષમાં તમારા લાભ સ્થાનમાં માર્ચ 2025 સુધી રહેશે. શનિની ત્રીજી દ્રષ્ટિ લગ્ન પર રહેશે. આ સમય લાભનો છે. શનિ માર્ચ સુધી તમારા અટવાયેલા કાર્યો પૂરા કરાવી શકે છે, પરંતુ કોઈપણ એવું કામ કરવાથી બચો જે નિયમ વિરુદ્ધ છે. જો તમે આમ કરો છો તો તમારા લાભ માટે કોઈ અયોગ્ય કામ કરો છો તો શનિ દેવ દંડ આપી શકે છે. શનિના પ્રકોપથી બચવા માટે શનિ મંદિરમાં શનિ દેવને તેલ ચઢાવો અને ગરમીમાં પશુ-પક્ષીઓ માટે દાના-પાણીની વ્યવસ્થા કરો.
જાન્યુઆરીથી માર્ચ 2025ના મધ્ય સુધી શનિને કારણે કંઈ વિશેષ કરી શકશો નહીં. શનિ અહીં પર તમને તમારી ભૂલમાંથી શીખ લેવાનું કહી રહ્યાં છે. જો તમે તે સુધારી લેશો અને બીજીવાર ભૂલ ન કરવાનો સંકલ્પ લેશો તો શનિ એપ્રિલ 2025થી શુભ ફળ આપવાનું શરૂ કરી દેશે. શનિ દેવ તમને ચેતવણી આપી રહ્યાં છે કે કોઈપણ સ્થિતિમાં મહિલાઓનો અનાદર ન કરો. મહિલાઓનું સન્માન કરો. તો નિંદાથી દૂર રહો અને કોઈની સફળતાની ઈર્ષ્યા ન કરો. જો આમ કરવામાં તમે સફળ રહેશો તો શનિ આ વર્ષે ઓક્ટોબરથી તમારા માટે શાનદાર કરાવી શકે છે. શનિદેવને પ્રસન્ન રાખવા માટે શનિવારે રક્તપિત્તના દર્દીઓની સેવા કરવી, દાન વગેરે કરવું.
નવા વર્ષમાં માર્ચ 2025 બાદ શનિ તમારા લગ્નથી અંતર બનાવી લેશે. તમારા જીવનમાં કેટલાક મામલામાં સારી અસર જોવા મળશે. આ વર્ષે શનિ મહારાજ તમારી મોટી પરેશાનીઓ દૂર કરી શકે છે. વેપાર, નોકરી માટે સારા સંકેત મળી રહ્યાં છે. શનિ ધાર્મિક યાત્રાઓનું કારણ બની શકે છે. જે લોકો નવી નોકરી શોધી રહ્યાં છે કે નોકરી બદલવા ઈચ્છે છે તેને મે બાદ સારી તક મળી શકે છે. શનિની કૃપા મેળવવા માટે ગરીબ કન્યાના લગ્નમાં ગુપ્ત દાન કરો. કઠોર પરિશ્રમ કરનારને વસ્ત્ર વગેરેનું દાન કરો.
આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.