Shani Gochar 2023 : શનિ કુંભ રાશિમાં કરશે પ્રવેશ, દેશ-દુનિયા સહિત આ રાશિઓ પર પડશે ભારે અસર

Tue, 10 Jan 2023-3:04 pm,

Shani Gochar 2023, Shani Transit 2023: તો 17 જાન્યુઆરીથી ધન રાશિને સાડાસાતી પનોતી તથા મિથુન અને તુલા રાશિને પનોતીથી મુક્તિ મળશે. આ દરમિયાન શનિ 140 દિવસ સુધી વક્રીમાં રહેશે જ્યારે 33 દિવસ સુધી અસ્ત રહેશે.  

પંચાગ પ્રમાણે શનિ 17 જૂન 2023ના દિવસે શનિવારે 10.56 કલાકે વક્રી થશે અને 4 નવેમ્બર 2023 સુધી કુંભ રાશિમાં માર્ગી થવા સુધી વક્રી રહેશે.   

શનિનું રાશિ પરિવર્તન અને તેની ચાલમાં બદલાવની અસર દેશ-દુનિયા સહિત દરેક રાશિઓ પર પડશે. પરંતુ આ રાશિઓ પર તેની વિશેષ અસર પડશે. 

મીન રાશિ પર શરૂ થશે સાડાસાતીઃ શનિના કુંભ રાશિમાં આવતા મીન રાશિના જાતકો પર શનિની સાડાસાતી શરૂ થઈ જશે. આ રીતે વર્ષ 2023માં મકર, કુંભ અને મીન રાશિ પર સાડાસાતીનો પ્રભાવ રહેશે. મકર રાશિના જાતકોને નોકરી અને બિઝનેસમાં પ્રગતી મળશે. તો કુંભ અને મીન રાશિના જાતકોની મુશ્કેલી વધશે. કામ કાજમાં ફેરફાર અને ઈજા થવાની આશંકા છે. 

આ રાશિઓ પર રહેશે શનિની પનોતીઃ શનિના રાશિ પરિવર્તન કરવાથી કર્ક અને વૃશ્ચિક રાશિના જાતકોની પનોતી શરૂ થઈ જશે. આ લોકોની બદલી થવી, નોકરી તથા ધંધામાં જવાબદારી બદલવાના યોગ છે. વિવાદ થઈ શકે છે. કામમાં વધુ મહેનત કરવી પડશે.   

દેશ-દુનિયા પર થશે અસરઃ શનિના કુંભ રાશિમાં આવવાથી દેશમાં નિર્માણ કાર્યો વધશે. નાણાકીય સુધાર થશે. પશ્ચિમી દેશોમાં વિવાદ વધવાની સંભાવના છે. નિચલા વર્ગના લોકોને રોજગારની તક મળશે. પાડોશી દેશોની સરહદો પર તણાવ અને વિવાદ યથાવત રહેશે. ગુનેગારોને સજા મળશે. મોટા-મોટા કાયદાકીય નિર્ણય થશે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link